જે પી નડ્ડાને હિમાચલને બદલે ગુજરાતમાંથી કેમ રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા?

PC: indiatoday.in

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને ગુજરાત કોટામાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરીને ભાજપે બધાને ચોંકાવી દીધા છે. નડ્ડાને હિમાચલને બદલે ગુજરાતમાંથી કેમ રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા? આને એક મોટા મેસેજ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ગુજરાત ભાજપનું હમેંશા ગઢ રહ્યું છે. અહીં 30 વર્ષથી ભાજપનું શાસન છે. ભાજપ ગુજરાતને પ્રયોગશાળા ગણે છે. અહીં જે પણ પ્રયોગ કરવામાં આવે તે પછી દેશના અન્ય રાજ્યોમાં અમલ કરવામાં આવે છે. નડ્ડા બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ બની જાય એટલે ભાજપ તેમને લોકસભાની ચૂંટણી પછી જો સત્તામાં આવે તો મંત્રી પદ આપી શકે છે. ગુજરાત કોટામાંથી એસ. જયશંકર પણ વિદેશ મંત્રી બનેલા છે, પરંતુ તેમનો કાર્યકાળ 2028માં પુરો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp