ઉદ્ધવ સાથે વિખવાદ વચ્ચે કોંગ્રેસથી શરદ પવાર પણ નારાજ, પહેલી વખત કાઢ્યો ગુસ્સો
મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યની રાજનીતિ નવો વણાંક લઇ રહી છે. હાલની લોકસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઇને જ્યાં સત્તાધારી મહાયુતિના અંદરખાને સહયોગી દળો વચ્ચે ખેચતાણ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારને લઇને સંશય છે, તો અજીત પવારની NCP અને શિંદે ગ્રુપની શિવસેનાના ઘણા ધારાસભ્યોના પલટી મારવાની અટકળો રહી રહીને જોર પકડી રહી છે. બીજી તરફ વિપક્ષી મહાવિકાસ અઘાડીમાં પણ બધુ ટ્રેક પર નથી.
NCPના સંસ્થાપક શરદ પવારે લોકસભાની ચૂંટણીઓ બાદ પહેલી વખત સહયોગી કોંગ્રેસથી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. બુધવારે પૂણેમાં તેમણે મીડિયા સાથે ખૂલીને વાત કરી અને હાલની MLC ચૂંટણીમાં કોંગ્રેસના 7 ધારાસભ્યોનાં ક્રોસ વોટિંગ કરવાનો ક્ષોભ અને નિરાશા વ્યક્ત કરી. આ ચૂંટણીમાં તેમના દ્વારા સમર્થિત ઉમેદવાર જયંત પાટીલની હાર થઇ ગઇ હતી. વરિષ્ઠ નેતા શરદ પવારે કહ્યું કે, કોંગ્રેસની ખોટી રણનીતિના કારણે તેમના દ્વારા સમર્થિત ઉમેદવારને ઓછા વોટ મળ્યા.
તેમણે વધુમાં કહ્યું કે, અમને આશા હતી કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના વોટ શિવસેના (UBT) ઉમેદવાર મિલિન્દ નાર્વેકરના પક્ષમાં જશે અને કેટલાક વોટ જયંત પાટીલના પક્ષમાં આવશે, પરંતુ તેઓ મહાયુતિના પક્ષમાં જતા રહ્યા. શરદ પવારે એવા સમયમાં પ્રદેશ કોંગ્રસ નેતૃત્વ પર નિરાશા વ્યક્ત કરી છે, જ્યારે રાજ્યમાં મહાવિકાસ અઘાડી વચ્ચે વિધાનસભાની ચૂંટણી માટે સીટોની ફાળવણી થવાની છે. NCPની અંદર એ વાતની ચર્ચા છે કે શરદ પવાર હવે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સીટોની વહેચણીની વાત અગાઉ રાજ્ય કોંગ્રેસ નેતૃત્વને રક્ષાત્મક મુદ્દામાં લાવવાની તૈયારી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે શરદ પવાર નથી ઇચ્છતા કે સીટ ફાળવણીના મુદ્દા પર કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ તેમની સાથે વાત કરે. સીનિયર પવાર ઇચ્છે છે કે આ મુદ્દા પર સીધા રાહુલ ગાંધી કે કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ સાથે વાત થાય. રાજ્ય કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીતમાં શરદ પવાર અસહજ છે કેમ કે તેઓ કોંગ્રેસના એ નેતાઓને પોતાના જુનિયર માને છે અને ભૂતકાળમાં તેમની સાથે મતભેદ રહ્યા છે. બીજી તરફ શરદ પવારની આ ટિપ્પણી કોંગ્રેસને એ સંદેશ આપવા માટે છે કે તેમના અંદરખાને બધી વસ્તુ વ્યવસ્થિત નથી એટલે રાહુલ ગાંધી તેમાં હસ્તક્ષેપ કરે અને સીટોની વહેચણીને અંતિમ રૂપ આપે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ 288 સભ્યોવાળી વિધાનસભા માટે 150 સીટોનો દાવો ઠોક્યો છે, જ્યારે MVAના બીજા ઘટક દળ ઉદ્ધવ ઠાકરેની શિવસેના 125 સીટો પર દાવો કરી રહી છે. આ સ્થિતિમાં શરદ પવાર રાહુલ ગાંધીને વચ્ચે લાવીને સમય અગાઉ સીટ ફાળવણીની ડીલ પાક્કી કરવા માગે છે. રાજ્યમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp