મહારાષ્ટ્રમાં શિંદે અને અજિત પવારનું ટેન્શન કેમ વધી ગયું?

લોકસભા 2024ના ચૂંટણી પરિણામો પછી મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય હલચલ છે. અજિત પવાર અને એકનાથ શિંદેનું ટેન્શન વધી ગયું છે.

મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારની ચિંતા વધવાનું કારણ એવું છે કે ભાજપની મહારાષ્ટ્રમાં મંથન બેઠક શુક્રવારે મળી રહી છે , જેમાં જિલ્લાના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ભાજપ એક સર્વે કરાવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપને હાર કેમ મળી? આ સર્વ પછી મહારાષ્ટ્ર વિધાનસભા ભાજપ એકલા હાથે લડી શકે છે. તો અજિત પવાર અને શિંદેનું પત્તું કપાઇ જાય.

બીજું કે RSSના એક મેગેઝીનમાં લેખ લખાયો કે મહારાષ્ટ્રમાં જ્યારે શિંદે સાથે બહુમતી હતી તો અજિત પવારને સામેલ કરવાની જરૂર નહોતી.

શિંદેની ચિંતા એટલા માટે વધી છે કે હવે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરે ગ્રુપમાં જવા માટે કુદાકુદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp