NSA અજીત ડોભાલના એક પગલાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો

PC: oneindia.com

અફઘાનિસ્તાનના મુદ્દા પર બોલાવવામાં આવેલી એક બેઠકમાં ભાગ લેવા માટે ભારતના National Security Advisor (NSA) અજિત ડોભાલ રશિયા ગયા હતા. આ બેઠકમાં ચીન સહિતના અનેક દેશના NSA હાજર રહ્યા હતા. પરંતુ પાકિસ્તાન આ બેઠકમાં ગેરહાજર રહ્યું હતું, જે અફઘાનિસ્તાનમાં પોતાને મોટો સ્ટેક હોલ્ડર માને છે. બેઠકમાં ગેરહાજર રહેલા પાકિસ્તાન વગર જ ભારત અફઘાનિસ્તાનો મુદ્દો ઉકેલવાની કોશિશ કરી રહ્યું છે એ વાતથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાતની પાકિસ્તાનમાં જબરદસ્ત ચર્ચા થઇ રહી છે. ડોભાલ બે દિવસના પ્રવાસે રશિયા ગયા છે. આ બેઠકમાં પાકિસ્તાન ગેરહાજર રહ્યું હતું. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભારત સાવધાની પૂર્વક અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની સ્થિતિને નબળી પાડી રહ્યું છે. ભારતની નીતિ પાકિસ્તાન પર ભારે પડી રહી છે. બુધવારે રશિયાની રાજધાની મોસ્કોમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટેની આ 5મી બેઠક હતી. રશિયામાં મળેલી બેઠકમાં ચીન, ભારત, ઇરાન, તઝાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, ઉઝ્બેકિસ્તાન, તુર્ઝમેનિસ્તાન સહિત અનેક દેશોને બોલાવવામાં આવ્યા હતા.

NSA અજીત ડોભાલે બેઠકમાં કહ્યુ કે અફઘાનિસ્તાનના લોકોની માનવીય જરૂરિયાતોને પુરી કરવી એ ભારતની પહેલી પ્રાથમિકતા છે. ડોભાલે કહ્યુ કે અફઘાનિસ્તાન મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યું છે અને ભારત અફઘાનિસ્તાનનો લોકોનો સાથ ક્યારેય ન છોડશે. તેમણે કહ્યું કે, ભારતે અફઘાનિસ્તાનને 40,000 મેટ્રીક ટન ઘંઉ, 60 હજાર ટન દવા અને 5 લાખ કોરોના વેક્સીન મોકલી છે.

ભારતે આ વખતના બજેટમાં અફઘાનિસ્તાન માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરેલી છે. ભારત અફઘાનિસ્તાનને વિકાસના કાર્યો માટે 2.5 કરોડ ડોલરની મદદ કરષે. ભારતના આ પગલાંએ પાકિસ્તાનને મોટું નુકશાન પહોંચાડ્યું છે.

હવે રશિયાની બેઠકમાં પાકિસ્તાન શું કામ ગેરહાજર રહ્યું?તેના વિશ વાત કરીએ.જ્યારે અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા માટે પ્રાદેશિક દેશોના NSAની પ્રથમ બેઠક ભારતમાં બોલાવવામાં આવી હતી, ત્યારે પાકિસ્તાને તેમાં ભાગ લીધો ન હતો. તે સમયે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર હતી અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે ભારત આવવાની ના પાડી દીધી હતી. હવે સ્થિતિ એવી છે કે પાકિસ્તાનની રાજકીય અને આર્થિક અસ્થિરતા વચ્ચે NSAનું પદ ખાલી પડી રહ્યું છે.

પાકિસ્તાનમાં નવી સરકારે હજુ સુધી NSAના પદ પર કોઇ નિમણુંક કરી જ નથી. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે એક પ્રેસ કોન્ફરન્સમાં બીજો જ રાગ આલાપ્યો હતો તેમણે કહ્યું, અમે આ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે કારણ કે અમે સમજીએ છીએ કે પાકિસ્તાન અન્ય મંચોની તુલનામાં અફઘાનિસ્તાનમાં શાંતિની પુનઃસ્થાપનામાં વધુ સારું યોગદાન આપી શકે છે. અમે અમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ તે પ્રયાસોમાં ભાગ લેવાનું ચાલુ રાખીશું અને અફઘાનિસ્તાનની શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપવા માટે અમારા ભાગીદારો સાથે કામ કરીશું.

પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક કમર ચીનાએ કહ્યું કે,  પાકિસ્તાનને આ બેઠકમાંથી પ્રાદેશિક દેશોએ કેટલી ખુબસુરતીથી બહાર કરી દીધું છે. આજે પાકિસ્તાને એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે કે બધા લોકો અફઘાનિસ્તાન પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ અમે ચર્ચા નથી કરતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp