જેલમાંથી બહાર આવ્યાના 145 કલાકમાં જ CM બનવાની હેમંત સોરેનને ઉતાવળ કેમ આવી?
હેમંત સોરેન જેલમાંથી મૂક્ત થયાને 145 કલાક જ થયા અને એટલામાં તેમણે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ પણ લઇ લીધા. ત્યારે સવાલ એ પેદા થાય છે કે હેમંત સોરેનને આટલી બધી ઉતાવળ કેમ આવી?
31 જાન્યુઆરી 2024ના દિવસે હેમંત સોરેનની એક જમીનના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. જ્યારે હેમંત સોરેન જેલમાં ગયા તે પહેલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી ચંપાઇ સોરેનને સોંપવામાં આવી હતી.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે, ઝારખંડમાં 4 મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે, એવામાં જો ચંપાઇ સોરેનને CM ચાલું રાખવામાં આવે અને જો તેઓ ચૂંટણી જીતી જાય તો પછી ખુરશી પરથી હટાવવા મુશ્કેલ થઇ જાય. બીજું કે હેમંત સોરેને પ્રજાને સંદેશો આપવા માંગે છે કે તેમને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા હતા. ત્રીજું કારણ એ છે કે ઝારખંડમાં ઓપરેશન કમળ શરૂ થવાનો તેમને ડર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp