શરદ પવાર પાવરફુલ નેતા હોવા છતા મહારાષ્ટ્રમાં NCPનું પ્રદર્શન કેમ ખરાબ રહ્યું?
શરદ પવારના રાજકારણના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત કહ્યું હતું કે, શરદ પવાર રાજકારણના મારા ગુરુ છે. જે શરદ પવારના મહારાષ્ટ્રના રાજકારણમાં દબદબો હતો, વર્ચસ્વ હતું તે હવે કેમ ગાયબ થઇ ગયું?
શરદ પવાર મહારાષ્ટ્રમાં 4 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેમની 60 વર્ષથી વધારેની રાજકીય કારકિર્દી છે. તેઓ 2 વખત પ્રધાનમંત્રી બનતા બનતા પણ રહી ગયા.પવાર અત્યારે 83 વર્ષના છે અને 1 મે 1960માં તેમણા રાજકારણની શરૂઆત કરેલી.
કોંગ્રેસ સાથે 1999માં નાતો તોડ્યા પછી શરદ પવારે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ની સ્થાપના કરેલી. તાજેતરમાં તેમના ભત્રીજાએ NCPનો સાથ છોડીને સાથે ધારાસભ્યોને પણ તોડીને ભાજપ ગઠબંધન સાથેની સરકારમા જોડાઇ ગયા. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે છે અને દીકરીનો મોહ પણ તેમને નડ્યો છે.
મતદાકો એવી આવા ગઠબંધન તુટવાથી ત્રસ્ત થઇ ગયા હોય તેવું લાગે છે. મહારાષ્ટ્રમાં NCP સરદ પવારને માત્ર 13 જ બેઠકો મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp