બ્રિટનમાં ઋષિ સુનકની કારમી હાર કેમ થઇ?

PC: ndtv.com

બ્રિટનમાં ઋષિ સુનકની કર્ન્ઝવેટીવ પાર્ટીની કારમી હાર થઇ છે અને તેમણે પ્રધાનમંત્રી પદ છોડવું પડ્યું છે. બ્રિટનમાં 4 જુલાઇએ થયેલી ચૂંટણીના 5 જુલાઇએ પરિણામો જાહેર થયા તેમાં લેબર પાર્ટી બહુમતી સાથે જીતી ગઇ હતી. બ્રિટનમાં કુલ 650 બેઠકો છે અને બહુમત માટે 326 બેઠકોની જરૂર પડે, પરંતુ લેબર પાર્ટી 405 કરતા વધારે બેઠકો જીતી ગઇ છે. 14 વર્ષ પછી લેબર પાર્ટી ફરી સત્તામાં આવી છે અને કીર સ્ટાર્મર પ્રધાનમંત્રી બનશે.

ઋષિ સુનકની હાર થવાના કારણો વિશે ત્યાના જાણકારોનું કહેવું છે કે સુનક માટે જે રેટીંગ જાહેર કરાયું તે 30 ટકા કરતા પણ નીચે હતું, જે અત્યાર સુધીના બ્રિટનના પ્રધાનમંત્રીની સરખામણીમાં સૌથી નીચું રેટીંગ હતું.

બ્રિટનમાં 45 દિવસ માટે પ્રધાનમંત્રી રહેલા લિઝ ટ્રસે પાર્ટીને મોટું નુકશાન પહોંચાડ્યું હતું અને એ કાંટાળો તાજ સુનકના માથે આવ્યો હતો. પરંતુ સુનક એમાં સુધારો લાવી ન શક્યા. ઉપરાંત બ્રિટનમાં જે અશાંતિ ફેલાઇ તેમાં પણ સુનક પ્રભાવશાળી ન રહ્યા. તેમણે આપેલા અનેક વાયદાઓ પણ પુરા ન થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp