ભાજપના મહિલા નેતાઓ કોનાથી ડરે છે? આ મુદ્દે સવાલ પૂછો તો કહે પૂછવું પડશે

PC: twitter.com

ગુજરાત સરકારે તાજેતરમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કેટલાંક નિયમો હેઠળ કર્મચારી અને મુલાકાતીઓ માટે દારૂની છુટ આપી છે. આ દરમિયાન દિવ્ય ભાસ્કર અખબારે ગુજરાતના 16 ધારાસભ્યો અને સાંસદોને ફોન પર સવાલ પુછ્યા હતા કે ગુજરાતમાં કાયમી છૂટ હોવી જોઇએ? તો મોટેભાગના મહિલાઓ નેતાઓએ એમ કહ્યું હતું કે અમે એમને જવાબ ન આપી શકીએ, અમારે પાર્ટીને પુછવું પડે? કેટલાંક મહિલા નેતાઓએ સવાલ સાંભળીને ફોન કટ કરી દીધો. કેટલીક મહિલા નેતાઓએ મીટિંગમાં હોવાનું કહીને વાત ન કરી.

સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું હતું કે, પાર્ટીને પુછ્યા વગર જવાબ આપી શકાય નહીં. તો ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યાએ એમ કહ્યુ કે, હું મારી તો હજુ પહેલી ટર્મ છે, પરંતુ સરકારે કર્યું છે તો બરાબર જ હશે અને આગળ પણ સરકાર જે કરશે તે બરાબર હશે.

 જો કે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને મહેસાણાના સાંસદ શારદા પટેલે રિપોર્ટરને જવાબ આપ્યા હતા. ડો. દર્શિતાએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં બહારથી આવનારા લોકોને તકલીફ ન પડે એના માટે સરકારે નિર્ણય લીધો છે. ગુજરાતમાં અન્ય સ્થળોએ દારૂની છુટ અંગે સરકાર સંજોગો મુજબ નિર્ણય લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp