મહારાષ્ટ્રમાં ભાજપ NCP અજિત પવાર સાથે છેડો ફાડશે?

PC: thehindu.com

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાયો મચેલો છે.મહારાષ્ટ્રના ગઠબંધનમાં તિરાડ પડવાની ચર્ચાએ જોર પક્ડયું છે. આ વર્ષમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા ભાજપ NCP અજિત પવાર સાથે છેડો ફાડી નાંખશે એવી શક્યતા જોવા મળી રહી છે.

તાજેતરમાં ભાજપના નેતા સુદર્શન ચૌધરીએ પુણેમાં એક જાહેર કાર્યક્રમમાં ગઠબંધનમાંથી અજિત પવારની NCPને બહાર કાઢવાની માંગ કરી છે. તો RSS સમર્થિત એક મરાઠી પેપરમાં લખાયેલા એક લેખને કારણે પણ રાજકારણ ગરમાયું છે. લેખમાં કહેવાયું છે કે ભાજપના કાર્યકરો માત્ર નારાજ નથી થયા, ભ્રમિત પણ થયા છે.

RSSએ તો પહેલાથી જ નિવેદન આપેલું છે કે જ્યારે જરૂર નહોતી ત્યારે ભાજપે મહારાષ્ટ્રમાં અજિત પવાર સાથે ગઠબંધન કરીને મોટી ભૂલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp