શું મહારાષ્ટ્રમાં ફડનવીસનું પત્તું કપાઇ જશે, શું ત્યા પણ આવશે નવો ચહેરો?

PC: livehindustan.com

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPએ જે રીતે CMની પસંદગી કરી તેના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ખાસ કરીને મહારાષ્ટ્રના BJP યુનિટના નેતાઓમાં આની ખૂબ ચર્ચા થઈ રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો 2024માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં BJP ગઠબંધન જીતશે તો શું થશે? આખરે તે કોનો ચહેરો હશે, જેને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા CM બનાવવામાં આવશે. ઉપરોક્ત ત્રણેય રાજ્યોમાં ભગવા પક્ષે જૂના નેતાઓની જગ્યાએ નવા ચહેરાઓને મોટી જવાબદારીઓ સોંપી હોવાથી આ ચર્ચા ઊભી થઈ રહી છે.

સવાલ ઉઠી રહ્યો છે કે, શું મહારાષ્ટ્રમાં પણ આવું જ થશે? આ દિવસોમાં રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને નાગપુર સ્થિત વિધાનસભા સંકુલમાં આની આસપાસ ચર્ચાઓ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં પણ BJP હાઈકમાન્ડ નવા ચહેરાને CM બનાવવાનું નક્કી કરવામાં આવે તો શું થશે? BJP ગઠબંધનમાં એવા ઘણા નેતાઓ છે, જે આવી સ્થિતિમાં પોતાને દાવેદાર માને છે. આ સ્થિતિ BJPના વરિષ્ઠ નેતાઓ માટે ચિંતાનું કારણ પણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે, પાર્ટી હાઈકમાન્ડ આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યના ઘણા વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓને ટિકિટ આપી શકે છે. આનો અર્થ એ પણ છે કે, હવે રાજ્યમાંથી દિગ્ગજ નેતાઓને હટાવીને કેન્દ્રમાં સક્રિય કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

સૂત્રોને ઉલ્લેખીને કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. જો આમ થશે તો તેમને વિધાનસભાની ચૂંટણીમાં તક મળશે કે નહીં? BJP હાઈકમાન્ડ પણ મરાઠા આંદોલન પર નજર રાખી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ મુદ્દો રાજ્યના તમામ રાજકીય પક્ષોની યોજનાઓને અસર કરી શકે છે. હકીકતમાં, કોઈપણ પક્ષ તેના ટોચના નેતાઓને હળવાશથી લઈ શકતો નથી. તેથી BJP રાજ્યમાંથી પોતાના દિગ્ગજ નેતાઓને હટાવ્યા પછીની સ્થિતિની તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં BJP જે પ્રકારની ગઠબંધન સરકાર ચલાવી રહી છે, તેમાં આગામી ચૂંટણીઓમાં તેના નેતાઓને સંતોષકારક તક આપવી એ કોઈ પડકારથી ઓછું નથી.

BJPના નેતા દેવેન્દ્ર ફડણવીસ DyCM છે અને પોતે CM રહી ચૂક્યા છે. હાલમાં CMની કમાન શિવસેના સામે બળવો કરનાર CM એકનાથ શિંદે પાસે છે. NCP નેતા અજિત પવાર વર્તમાન સરકારમાં DyCM છે અને CM પદની ઈચ્છા ધરાવે છે. આવી સ્થિતિમાં ગઠબંધનના નેતાઓમાં આત્મવિશ્વાસનો અભાવ ચોક્કસપણે દેખાઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણી પછી BJPએ જે રીતે CMની પસંદગી કરી છે તેનાથી તણાવમાં વધારો થયો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, શરદ પવારની NCP અને કોંગ્રેસના નેતાઓએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વિરોધ પક્ષો પણ આગામી ચૂંટણીમાં પોતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ફરી એકવાર ગઠબંધનની સ્થિતિ સર્જાશે તો CM પદને લઈને ખેલ ફરી બગડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp