શું નીતિન પટેલ અને પુરુષોત્તમ રૂપાલાને ભાજપ રાજ્યપાલ બનાવી દેશે?

ગુજરાત ભાજપના 2 સિનિયર નેતાઓ અત્યારે ચર્ચામાં છે.વજુભાઇ વાળાના સમકક્ષ અને પાવરફુલ નેતા ગણાતા બે નેતાઓને ભાજપ રાજ્યપાલ બનાવી દેશે. જાણવા મળેલી માહિતી પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા અને નીતિન પટેલને ભાજપ બિન-ભાજપ શાસનવાળા રાજ્યમાં ગર્વનર બનાવી શકે છે.

પુરુષોત્તમ રૂપાલાનો ગુજરાતના રાજ્યસભા સાંસદ તરીકેનો કાર્યકાળ પુરો થવાનો છે, પરંતુ ભાજપે તેમને રિપીટ કર્યા નહોતા. એક ચર્ચા એવી છે કે રૂપાલાને લોકસભાની ટિકીટ આપવામાં આવી શકે છે. જો કે ટિકીટ નહીં મળે તો કર્ણાટક અથવા તેલંગાણાના રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે.

નીતિન પટેલને અત્યારે મહેસાણામાંથી લોકસભાની ટિકીટ આપવામાં આવી શકે છે, પરંતુ જો ટિકીટ ન મળે તો તેમને પણ ગર્વનર બનાવી દેવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp