શું ભાજપ IT સેલના હેડ અમીત માલવિયાનું પત્તું કપાશે?

PC: thehindu.com

ભાજપના IT સેલના હેડ અમિત માલવિયા અત્યારે ચર્ચામાં છે. એક સમયે જેમનું ભાજપમાં સૌથી વધારે ઉપજતું હતું તેવા માલવિયાનું પત્તું કપાઇ શકે તેવી ચર્ચાએ જોર પક્ડયું છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી જીતાતી હતી ત્યારે IT સેલ પણ જોરમાં હતું. પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપનું IT સેલ પાછળ રહી ગયું. રાહુલ ગાંધીના યુટયુબ સહિત સોશિયલ મીડિય પરા વ્યુઝ વધી ગયા. બીજી તરફ અમિત માલવિયા સામે RSSના એક નેતા શાંતનુએ ગંભીર આરોપ લગાવ્યો હતો માલવીયા મહિલાઓનું યૌન શોષણ કરે છે. જો કે માલવિયાએ આ આરોપ સામે માનહાનીનો કેસ કરેલો છે. પરંતુ આ મુદ્દાને કોંગ્રેસે ઉપાડી લીધો હતો અને અમિત માલવીયાને પદ પરથી હટાવવાની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp