બ્રૃજભૂષણસિંહ શું ફરી પાર્ટી બદલશે,લોકસભામાં કંઈ રીતે ભાજપનો ખેલ બગાડી શકે, જાણો
ભારત સરકારના રમત-ગમત મંત્રાલયે 24 ડિસેમ્બરે રવિવારે રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) સામે એક મોટા એક્શનની જાહેરાત કરી હતી. મંત્રાલયે ફેડરેશનને રદ કરવાની અને ભાજપના સાંસદ અને WFIના પૂર્વ પ્રમુખ સંજય સિંહે લીધેલા તમામ નિર્ણયો રદ કરવાની જાહેરાત કરી હતી અને જ્યાં સુધી બીજો આદેશ ન આવે ત્યાં સુધી ફેડરેશનની તમામ પ્રવૃતિઓ પર રોક લગાવવાનું કહેવામાં આવ્યુ હતું.
રમત-ગમત મંત્રાલયનો જેવો નિર્ણય જાહેર થયો કે તરત બૃજભૂષણ એક્શનમાં આવી ગયા હતા, તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા સાથે મુલાકાત કરી અને એક વીડિયો જારી કરીને નિવેદન પણ આપ્યું કે તેમને ભારતીય કુસ્તી સંઘ સાથે કોઇ લેવા દેવા નથી. તેઓ કુસ્તીથી સંન્યાસ લઇ ચૂક્યા છે એવું પણ તેમણે કહ્યું. સાથે તેમણે કહ્યું કે તેઓ હવે લોકસભા પર ફોકસ કરશે. ફેડરેશનનો નિર્ણય જે લોકો ચૂંટાશે તે લેશે.
બૃજભૂષણના નિવેદન આમ સામાન્ય લાગે, પરંતુ તેમણે સાથે લોકસભા ચૂંટણી પર ફોકસ કરવાની વાત કરી છે. બૃજભૂષણ પર મહિલાઓ સાથે ઉત્પીડન કરવાનો આરોપ લાગેવો છે. વર્ષ 2023ની શરૂઆતથી સાક્ષી મલિક, બજરંગ પુનિયા,વિનેશ ફોગાટ સહિતના જાણીતા પહેલવાનોએ બૃજભૂષણ સામ આંદોલન શરૂ કર્યું હતું. આમ છતા બૃજભૂષણ કોઇ પણ પરેશાની વગર પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપતા રહ્યા. સંસદમાં પણ હાજરી આપતા હતા. તેમણે અગાઉ પણ કહ્યુ હતું કે, હું આવતા વર્ષે ચૂંટણી લડવાનો છું.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે બૃજભૂષણને અજર અંદાજ કરવાનું ભાજપ માટે સરળ નહીં હોય. અવધની કેટલીક બેઠકો પર તેમનું જબરદસ્ત વર્ચસ્વ છે. બૃજભૂષણનું બહરાઇચ, ગૌંડા, બલરામપુર, અયોધ્યા અને શ્રાવસ્તીમાં એન્જિનીયરીંગ, ફાર્મસી એજ્યુકેશન, લો સહીત 50થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એવામાં જો ભાજપ બૃજભૂષણની ટિકીટ કાપવાનું વિચારે તો ભાજપ માટે એક મોટો પડકાર હશે.
બૃજભૂષણની ટિકીટ કાપવાને કારણે ભાજપને નુકશાન થઇ શકે છે. બૃજભૂષણ 6 વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમની ઉત્તર પ્રદેશમાં ઠાકુર સમાજમાં ભારે પકડ છે. ઉપરાંત OBCમાં પણ તેમનું ખાસ્સું વર્ચસ્વ છે. ઉત્તર પ્રદેશમાં જ્યારે માયાવતી મુખ્યમંત્રી હતા ત્યારે તેમે રાજા ભૈયાને જેલમાં નાંખ્યા હતા જેને કારણે ઠાકુર સમાજ બહુજન સમાજ પાર્ટીથી દુર થઇ ગયો હતો.
57 વર્ષના બૃજભૂષણનું અવધમા કેટલું વર્ચસ્વ છે તે એ વાત પરથી ખબર પડે છે કે તેઓ ગૌંડા, બલરામપુર, કેસગંજથી 6 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ રામ મંદિર આંદોલનથી રાજકારણમાં આવ્યા હતા. તેમનો પુત્ર પ્રતિક ગૌંડાથી ધારાસભ્ય છે. તેમની પત્ની પણ સાંસદ રહી ચૂકી છે. બૃજભૂષણ માટે તેમના વિસ્તારમાં 50 હજાર લોકોને ભેગા કરવા એ મામુલી બાબત છે.
બૃજભૂષણ વર્ષ 2009માં ભાજપમાંથી બળવો કરીને સમાજવાદી પાર્ટીમાં ગયા હતા. સમાજવાદી પાર્ટીમાં રહેવાની સાથે બૃજબૂષણ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પહેલીવાર પ્રમુખ પણ બન્યા હતા. રેસલરને લઇને શરૂ થયેલા વિવાદમાં સપા નેતા અખિલેશ યાદવે એક વાર પણ બૃજભૂષણ સામે નિવેદન આપ્યું નહોતું. ત્યારે ફરી એકવાર ચર્ચા શરૂ થઇ છે કે શું બૃજભૂષણ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમા જશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp