શું કેજરીવાલને વચગાળાના જામીન મળી જશે? સુપ્રીમ કોર્ટ સુનાવણી વખતે શું કહ્યું?

PC: twitter.com/ArvindKejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે EDને કહ્યું કે તે ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરી શકે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારે આ અંગે નિર્ણય કરવાનો બાકી છે. આ કેસની આગામી સુનાવણી મંગળવારે એટલે કે 7મી મેના રોજ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ જો કેસમાં સમય લાગે તો અમે ચૂંટણીને કારણે વચગાળાના જામીન પર વિચાર કરી શકીએ છીએ.

જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેંચે ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને જણાવ્યું હતું કે ધરપકડ સામેની કેજરીવાલની અરજી પર સુનાવણીમાં સમય લાગી શકે છે અને તેથી કોર્ટ તેમને વચગાળાના જામીન આપવા અંગે તપાસ એજન્સીની દલીલો સાંભળવા વિચારી રહી છે. આના પર એસ.વી રાજૂએ કહ્યું હતું કે તેઓ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરશે.

બેન્ચે કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે અમે વચગાળાના જામીન પર સુનાવણી કરીશું, અમે એવું નથી કહી રહ્યા કે અમે વચગાળાના જામીન આપીશું. અમે વચગાળાના જામીન આપી શકીએ કે ન આપી શકીએ. સર્વોચ્ચ અદાલતે રાજુને 7 મેના રોજ વચગાળાની જામીન અરજી પર દલીલો માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. બેંચ કેજરીવાલની ED દ્વારા ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21 માર્ચે તેમની ધરપકડ બાદથી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે. 15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે EDને નોટિસ આપી હતી અને કેજરીવાલની અરજી પર જવાબ માંગ્યો હતો. આ પહેલા 9 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે CM કેજરીવાલની ધરપકડને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ED પાસે બહુ ઓછા વિકલ્પો બચ્યા છે, કારણ કે ED દ્વારા વારંવાર સમન્સ જારી કરવામાં આવ્યા બાદ પણ કેજરીવાલે તપાસમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp