શું મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને લોકસભા ચૂંટણી લડાવાશે?

PC: theprint.in

ભાજપના કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં ફરી રીપીટ નથી કરાયા ત્યારે એવી ચર્ચા શરૂ થઇ છે કે શું ભાજપ તેમને લોકસભા લડાવશે કે પછી બ્રેક આપશે?

જુલાઇ 2024માં મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનો રાજ્યસભા સાંસદ તરીકેનો કાર્યકાળ પુરો થવાનો છે, પરંતુ ભાજપે તેમને રીપીટ કર્યા નથી. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, રાજ્યસભાના સાંસદોએ લોકસભા લડવી જોઇએ. જો કે, મનસુખ માંડવિયા અને રૂપાલાના શ્વાસ અત્યારે અદ્ધર છે, કારણકે ભાજપ લોકસભાની ટિકીટ ન આપે તો તેમની કારકિર્દી ખતમ થઇ શકે છે. ભાજપ આમ પણ પ્રયોગ કરવા માટે જાણીતું છે. બીજી તરફ ભાજપે જેમને બ્રેક આપેલો છે તેવા નિતીન પટેલને મહેસાણા બેઠક પરથી લોકસભાની ટિકીટ મળે તેવી ચર્ચા શરૂ થઇ છે.

ભાજપ રૂપાલાને અમરેલી અને માંડવિયાને સુરત અથવા ભાવનગરથી લોકસભા લડાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp