શું નીતિશ કુમાર ફરી પલટી મારશે? શુક્રવારે JDUની કાર્યકારિણી મળી રહી છે

દેશના 28 વિપક્ષોએ ભેગા મળીને બનાવેલા  INDIA ગઠબંધનનીચોથી બેઠકથી નીતિશ કુમાર નારાજ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 29 ડિસેમ્બર શુક્રવારના દિવસે JDUની દિલ્હીમાં કાર્યકારિણીની બેઠક મળી રહી છે ત્યારે મોટો ધડાકો થવાની સંભાવના હોવાનું રાજકારણના રાજકારણો કરી રહ્યા છે.

નીતિશ કુમાર માટે INDIA ગઠબંધન છોડવા માટેના કારણો એવા છે કે તેમણે ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી સત્તામાં ન આવે તેના માટે વિપક્ષોને ભેગા કરવાનું કામ કર્યું હતું અને ગઠબંધનની પહેલી બેઠક પટણામાં બોલાવી હતી. પરંતુ ગઠબંધનમાં નીતિશ કુમારની વાત સાંભળવામાં નથી આવતી. તેમને સંયોજક બનવાની અને PM ફેસ બનવાનીની ઇચ્છા હતી, પરંતુ કોઇ જાહેરાત કરવામાં નથી આવી.

નીતિશ માટે બીજો પ્રશ્ન એ છે કે બિહારમાં  RJDની સાથે ગઠબંધન હોવાને કારણે લોકસભાની સીટ JDUના ભાગે ઓછી આવી શકે અને આને કારણે પાર્ટી તુટી શકે છે.

INDIA ગઠબંધનની ચોથી બેઠકમાં મમતા બેનર્જિ અને કેજરીવાલે PM ફેસ તરીકે કોંગ્રેસ નેતા મલ્લિકાજૂર્ન ખડગેના નામની દરખાસ્ત મુકી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp