શું ક્ષત્રિય સમાજની લડાઇમાં પાટીદારો રૂપાલાનું સમર્થન કરશે?

PC: wikipedia.org

ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટીપ્પણીને 12 દિવસ થવા કોઇ ઉકેલ આવ્યો નથી. ક્ષત્રિય સમાજનો રોષ શાંત નથી પડી રહ્યો. બુધવારે અમદાવાદમાં ભાજપ અને ક્ષત્રિય સંગઠનની કોર કમિટીની બેઠક નિષ્ફળ નિવડ્યા પછી ક્ષત્રિય સમાજે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. ગુરુવારે સાંજે પાટીદાર સમાજની કેટલીક સંસ્થાઓના હોદ્દેદારો રાજકોટમાં રૂપાલાન સમર્થનમાં બેઠક કરવાના હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ પરષોત્તમ રૂપાલા દિલ્હીથી આજે બપોરે અમદાવાદ પાછા ફર્યા હતા અને એરપોર્ટ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમારી સાથે બધા સમાજના લોકો છે. ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અમારી સાથે છે. ક્ષત્રિય વર્સીસ પાટીદારોની કોઇ લડાઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp