રાજ ઠાકરે કયા ગઠબંધન સાથે જોડાવાના છે? બંધ દરવાજે શું થઈ વાત?

PC: punemirror.com

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે NDAમાં સામેલ થાય તેવી અટકળો જોરો પર છે. મુંબઈ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ આશિષ શેલારે સોમવારે સવારે રાજ ઠાકરેના આવાસ પર જઈને તેમની સાથે મુલાકાત કરી, જેથી આ અટકલોને વધુ પાંખ મળી ગઈ. બંને નેતાઓ વચ્ચે રૂમમાં લગભગ એક કલાકથી વધુ સમય સુધી મુલાકાત થઈ. આ દરમિયાન ત્યાં કોઈ બીજું નહોતું. તેથી શિવસેના, ભાજપ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP) પાર્ટીના સત્તાધારી મહાયુતિ ગઠબંધન સાથે MNSના સંભવિત પડકારોની સમજૂતીની ચર્ચા તેજ થઈ ગઈ છે.

જો કે, બંને પક્ષોએ અત્યાર સુધી બેઠક પર સત્તાવાર ટિપ્પણી કરી નથી. NDAમાં સામેલ થવાના સવાલ પર રાજ ઠાકરેએ કોઈ સીધો જવાબ ન આપ્યો. આશિષ સેલાર સાથે થયેલી મુલાકાત પર રાજ ઠાકરેએ કહ્યું કે, મારો આજનો વિષય અલગ છે. ચૂંટણી બાબતે જ્યારે વાત કરવી હશે ત્યારે બતાવીશ. માત્ર અવસર મળ્યો છે એટલે સવાલ ન પૂછો.' તો આશિષ સેલારને જ્યારે આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, રાજનીતિક મીટિંગ થતી રહે છે. જો કઇ પણ થશે તો દેવેન્દ્ર ફડણવીસ બોલશે.'

MNSના મુખ્ય પ્રવક્તા સંદીપ દેશપાંડેએ કહ્યું કે, રાજ ઠાકરે અને આશિષ શેલાર સારા મિત્ર છે અને તેઓ નિયમિત રૂપે મળતા રહે છે. એટલે તેમાં કંઇ સમજવું ન જોઈએ. હવે MNS પ્રમુખ જે પણ દલીલો આપે, પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે કોઈ પણ રાજનીતિક સંબંધની સંભાવના જળમૂળથી નકારી શકાય નહીં. રાજનીતિક ગલિયારામાં એવી ચર્ચા જોરો પર છે કે આશિષ સેલારે લોકસભાની ચૂંટણી કથિત રૂપે MNS પ્રમુખને ભાજપ હાઇકમાનનો એક સંદેશ આપ્યો છે. નોંધનીય છે કે, રાજ ઠાકરેના મુખ્યમંત્રી એકનાથ શિંદે (જેમણે તેઓ ગયા અઠવાડિયે પોતાના 60માં જન્મદિવસે શુભેચ્છા આપવા માટે મળ્યા હતા), નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે મધુર સંબંધ છે.

હાલમાં જ બાલા નંદગાંવકર જેવા વરિષ્ઠ MNS નેતાઓએ શિંદે, ફડણવીસ અને અન્ય ભાજપના દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં આગામી લોકસભા, વિધાનસભા અને નાગરિક ચૂંટણીથી સંબંધિત કોઈ ઠોસ પ્રગતિ ન થઈ. જો કે, ફડણવીસે એવો દાવો કરતા સસ્પેન્સ યથાવત રાખ્યું કે બધુ યોગ્ય સમય પર જાણકારી મળી શકશે અને સંકેત આપ્યા કે નજીકના ભવિષ્યમાં કંઇ પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp