શું રાજ્યસભામાંથી નિવૃત થનારા ભાજપના સાંસદોને ફરી રિપીટ કરાશે કે પછી...
એપ્રિલ 2024માં રાજ્યસભા સાંસદ તરીકે ભાજપના ઘણા બધા નેતાઓનો કાર્યકાળ એપ્રિલ 2024માં પુરો થઇ રહ્યો છે. ત્યારે એવી ચર્ચા છે કે શું આ રાજ્યસભા સાંસદોને ફરી રિપીટ કરાશે કે પછી તેમને લોકસભા લડવા માટે મોકલી દેવાશે?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત કેબિનેટ કક્ષાના મંત્રીઓ ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વીની વૈષ્ણવ, હરદીપસિંહ પુરી, નારાયણ રાણે અને પુરુષોત્તમ રૂપાલાનો રાજ્ય સભા સાસંદ તરીકેનો કાર્ય એપ્રિલ મહિનામાં પુરો થઇ રહ્યો છે. આમાંથી મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલા ગુજરાતના નેતા છે.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાજ્યસભા સાંસદોએ પણ લોકસભા લડવી જોઇએ.
ધર્મેન્દ્ર સિંહ પ્રધાન સહિતના અનેક નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે, આની પાછળ ભાજપનું સમીકરણ એવું છે કે જે રાજ્યસભા સાંસદ લોકસભા લડશે તેમની ખાલી જગ્યા પર સંગઠનના વર્ષોથી કામ કરતા કાર્યકરોને રાજ્યસભા સાંસદ બનવાની તક મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp