બિહારની જેમ આ રાજ્ય પણ ઉઠાવશે વિશેષ રાજ્યના દરજ્જાની માગ? નેતાએ કહી આ વાત

PC: x.com/RamMNK

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ રવિવારે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, તેલુગુ દેશમ પાર્ટી (TDP) આ માગને પુરી કરવા માટે કોઈ રસ્તો કાઢશે. એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે NDA સાથે TDP સંબંધો સહિત બીજા મુદ્દાઓ પર પણ વાતચીત કરી. આ દરમિયાન રામ મોહન નાયડુ કિંજરાપુને વિભાજિત આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દા પર સવાલ પૂછવામાં આવ્યો.

તેને લઈને તેમણે કહ્યું કે, રાજ્યના ફળવા-ફૂલવા માટે કેટલાક બીજા મુદ્દા પણ મહત્ત્વના છે. જો તમે એક જ વસ્તુ પર ભાર આપશો તો એ બીજી માગોને નાની દેખાડવી પડશે. હું નથી ઈચ્છતો કે કંઇ એવું થાય. મારા માટે તો રેલવે ઝોન વધારે જરૂરી છે કેમ કે હું ઉત્તરી આંધ્ર ક્ષેત્રથી આવું છું. રામ મોહન નાયડુ કિંજરાપુ શ્રીકાકુલમ સીટથી ત્રીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે. તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશની કોઈ રાજધાની નથી. અમે તેને લઈને અમરાવતીની માગ કરી રહ્યા છીએ. એ મહત્ત્વનું છે અને મારે તેના પર પણ ભાર આપવો છે.

તેમણે આગળ કહ્યું કે, અમારું ફોકસ પોલાવરમ પર પણ છે જે નેશનલ પ્રોજેક્ટ છે. છેલ્લા 5 વર્ષોમાં તેમાં કોઈ પ્રગતિ થઈ નથી, પરંતુ જ્યારે તમે કોઈ એક જ મુદ્દો ઉઠાવો છો તો એ ઘણી હદ સુધી રાજનીતિક થઈ જાય છે. TDP નેતાઅને પૂછવામાં આવ્યું કે આંધ્ર પ્રદેશ માટે વિશેષ રાજ્યનો વિશેષ દરજ્જો મળવો કેટલું મહત્ત્વનું છે? તેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાજ્યના વિભાજનના શરૂઆતી 5 વર્ષોમાં અમને NDA સરકાર તરફથી થોડું સમર્થન મળ્યું. અમારી પાસે ચંદ્રબાબુની લીડરશિપ હતી. અમે રાજ્યને વિકાસના માર્ગે લઈ ગયા.

રામ મોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે, અમને એમ લાગ્યું કે, જો NDA તરફથી વધુ સમર્થન મળે છે તો અમે વધુ સફળતા હાંસલ કરી શકીએ છીએ. વર્ષ 2019ની ચૂંટણી અમે હારી ગયા અને જગન મોહન રેડ્ડી સત્તામાં આવ્યા. 5 વર્ષ સુધી પોતાનું બેંક ખાતું જ બનાવી લીધું હતું. તેઓ સતત પોતાની મનમાની કરતા રહ્યા એટલે TDPએ ગઠબંધન સહયોગીઓ (ભાજપ અને જન સેના) સાથે મળીને જગન મહમ રેડ્ડીની YSRCPને હરાવી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp