કોણ છે ગીતા મુખર્જી? જે સૌથી પહેલા મહિલા અનામત પર પ્રાઇવેટ બિલ લઈને આવ્યા હતા

PC: odishatv.in

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન ગીતા મુખર્જીના નામનો ઉલ્લેખ કર્યો. તેઓ સોનિયા ગાંધીના ભાષણના તુરંત બાદ બોલી રહ્યા હતા. અહી તેમણે સોનિયા ગાંધી પર કટાક્ષ કર્યો કે તેઓ આ બિલનો શ્રેય લેવા માગે છે, પરંતુ ગીતા મુખર્જી અને સુષ્મા સ્વરાજનો ઉલ્લેખ કરવાનો ભૂલી ગયા, જેમણે આ બિલની ભૂમિકા ભજવી. ત્યારબાદથી લોકો એ જાણવા માગે છે કે ગીતા મુખર્જી કોણ છે?

તેનો જવાબ છે કે ગીતા મુખર્જીને 27 વર્ષ અગાઉ સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવાનું શ્રેય હાંસલ છે અને આ કામ ગીતા મુખર્જીએ પ્રાઇવેટ મેમ્બર બિલના માધ્યમથી કર્યું હતું. ગીતા મુખર્જીને મહિલા અધિકારોના સૌથી મોટા પક્ષકાર માનવામાં આવે છે કેમ કે વર્ષ 1996 બાદ તો ગીતા મુખર્જીએ મહિલા અનામત માટે બાકી બધી વસ્તુઓનો પરિત્યાગ કરી દીધો હતો. પોતાના આસપાસના લોકો વચ્ચે ગીતા દીના નામથી લોકપ્રિય ગીતા મુખર્જી અત્યંત મૃદુભાષી અને સાધારણ જિંદગી જીવવાના પક્ષધર રહ્યા. ત્યારે જ તો દિલ્હીથી હાવડા વચ્ચે જ્યારે પણ આવવા જવાનું રહ્યું, સ્લીપર ક્લાસથી જ જવાનું પસંદ કરતા હતા.

7 વખત સાંસદ રહી ચૂકેલા કોઈ વ્યક્તિ માટે તો આ અસાધારણ વાત જ કહી શકાય. 12 સપ્ટેમ્બર 1996ના રોજ પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરીને ગીતા મુખર્જીએ ભારતીય રાજનીતિમાં ખૂબ મહત્ત્વપૂર્ણ પહેલ કરી હતી અને એ પણ જુઓ કે 27 વર્ષ બાદ સપ્ટેમ્બરના મહિનામાં જ એ બિલ સંસદમાં પાસ થયું. વર્ષ 1996માં જ ગીતા મુખર્જીએ સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાની માગ રાખી હતી.

ત્યારે એચડી દેવગૌડા દેશના વડાપ્રધાન હતા અને યુનાઈટેડ ફ્રન્ટની 13 રાજનીતિક પાર્ટીઓના ગઠબંધનની સરકાર હતી. ત્યારે પણ સ્થિતિ એ જ હતી કે સરકારમાં સામેલ જનતા દળ અને કેટલીક અન્ય પાર્ટીઓ સાંસદ મહિલા અનામતના પક્ષમાં નહોતી. વિરોધને જોતા અંતે બિલને CPI સાંસદ ગીતા મુખર્જીના નેતૃત્વવાળી સંયુક્ત સમિતિ સમક્ષ મોકલી આપવામાં આવ્યું હતું. લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થતા જ બિલની અવધિ પૂરી થઈ ગઈ. ત્યારે અને અત્યારે તફાવત બસ માત્ર એ આવ્યો કે આ બિલ જૂની સંસદની જગ્યાએ નવા સંસદ ભવનમાં પાસ થયું અને નામ પણ બદલીને 'નારી શક્તિ વંદન અધિનિયમ' કરી દેવામાં આવ્યું.

ગીતા મુખર્જીનું રાજનીતિક કરિયર:

વિદ્યાર્થી રાજનીતિથી એન્ટ્રી લેનારા ગીતા મુખર્જી વર્ષ 1980 થી 2000 સુધી પંસકુરા મતવિસ્તારમાં 7 વખત લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. છેલ્લી વખત તેઓ વર્ષ 1999માં લોકસભાના સભ્ય બન્યા હતા. આ અગાઉ તેઓ વર્ષ 1967 થી વર્ષ 1977 વચ્ચે 4 વખત પંચકુરા પૂર્બા વિસ્તારથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. પહેલી વખત તેઓ CPIની સ્ટેટ કાઉન્સિલના સભ્યના રૂપમાં ચૂંટાયા હતા. 4 માર્ચ 2000ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું.

ગીતા મુખર્જી પૂર્વ કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીત ગુપ્તાના નાના બહેન હતા અને પ્રખ્યાત કમ્યુનિસ્ટ નેતા બિશ્વનાથ મુખર્જીના પત્ની. અહી સુધી કહેવામાં આવે છે કે ગીતા મુખર્જીને ઇન્દ્ર કુમાર ગુજરાલ સરકારમાં મંત્રી પદની ઓફર મળી હતી, તો માત્ર એટલે ઠુકરાવી દીધી કે તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન મહિલાઓને અનામત અપાવવા પર જ ફોકસ કરવા માગતા હતા. મહિલા અનામત બિલ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખૂબ જ માર્મિક ભાષણ આપ્યું. સોનિયા ગાંધીએ સરોજિની નાયડુ અને અરુણા આસફ અલીથી લઈને ઇન્દિરા ગાંધી સુધીનું નામ લીધું, જો કોંગ્રેસ નેતાએ એક વખત ગીતા મુખર્જીનું નામ લઈ લીધું હોત તો શું થાત?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp