યોગી આદિત્યનાથ કેમ બોલ્યા-પાંડવોએ 5 ગામ માગ્યા હતા અમે 3 માગી રહ્યા છીએ

PC: livemint.com

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાની બજેટ સત્રમાં વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનવાથી દરેક સનાતની ખુશ છે, પરંતુ સદીઓથી ગત સરકારો મુદ્દાથી ભટકાવતી રહી. આ પહેલા પણ કરી શકાતું હતું, પરંતુ કેટલાક લોકોએ અંગત હિતોના કારણે અયોધ્યામાં યુદ્ધભૂમિમાં બદલી દીધી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાંડવો દ્વારા માગવામાં આવેલા 5 ગામોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યા સાથે અન્યાય થયો હતો. જ્યારે હું અન્યાયની વાત કરું છું તો 5 હજાર વર્ષ જૂની વાત યાદ આવે છે. એ સમયે પાંડવો સાથે અન્યાય થયો હતો.જ્યારે ભગવાન કૃષ્ણ, કૌરવો પાસે ગયા અને તેમણે પાંડવો માટે 5 ગામ માગ્યા તો દુર્યોધને એ પણ ન આપ્યા. એટલું જ નહીં દુર્યોધને ભગવાન કૃષ્ણને બંધક બનાવવાના પણ પ્રયાસ કર્યા હતા. એ દરમિયાન પાંડવોએ 5 ગામ માગ્યા હતા, પરંતુ અહી તો સમાજના લોકો સેકડો વર્ષોથી માત્ર 3 ગામની માગ કરી રહ્યા છે, એ 3 પણ એટલે કેમ કે તેઓ વિશિષ્ઠ સ્થાન છે.

તેઓ સામાન્ય નહીં, પરંતુ ઈશ્વરના અવતારની ધરતી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા, કાશી અને મથુરાની વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, સનાતન ધર્મની આસ્થાના 3 પ્રમુખ સ્થળો અયોધ્યા, કાશી અને મથુરાનો વિકાસ અંતે કઇ મંશાથી રોકવામાં આવ્યો હતો. ભારતના ગૌરવની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો છે, પરંતુ ખુશી એ વાતની પણ હતી કે અમે વચન નિભાવ્યું અને મંદિર ત્યાં જ બનાવ્યું.

યોગી આદિત્યનાથે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, અમે માનીએ છીએ કે રામ મંદિરનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં હતો, પરંતુ ત્યાંના રસ્તાઓને તો પહોળા કરી શકાતા હતા. ત્યાંના ઘાટોનો પુનરુદ્વાર કરી શકાતો હતો. અયોધ્યાવાસીઓને વીજ પુરવઠો આપી શકાતો હતો. ત્યાં સ્વચ્છતા, સ્વાસ્થ્યની સારી સુવિધા આપી શકાતી હતી. વિકાસના આ કાર્યોને કઇ મંશા સાથે રોકવામાં આવ્યા હતા.

કઇ મંશા હતી કે અયોધ્યાનો વિકાસ જ અવરોધિત કરી દો. મથુરા વૃંદાવનના વિકાસને જ અવરોધીત કરી દો. આ તો મુદ્દો નિયતનો છે. યોગીએ કહ્યું કે, વર્ષ 2017 અગાઉ ઉત્તર પ્રદેશમાં જે લોકોએ 4-4 વખત શાસન કર્યું. એક લાંબા સમય સુધી સત્તાના સિંહાસન પર બિરાજમાન રહ્યા, તેઓ ઉત્તર પ્રદેશને કયા લઈ ગયા હતા. તેમણે ઉત્તર પ્રદેશ વાસીઓ સામે ઓળખનું સંકટ ઊભું કરી દીધું હતું. તેને ક્યાંય નોકરી મળતી નહોતી. એ સ્થિતિ માટે કોણ જવાબદાર છે?

તેમણે કહ્યું કે, આજે ઉત્તર પ્રદેશે 22 જાન્યુઆરી 2024ની ઘટના (પ્રાણ પ્રતિષ્ઠા)ને પણ જોઈ, આખો દેશ અભિભૂત હતો. આખી દુનિયાની અંદર દરેક વ્યક્તિ જે ન્યાય અને સત્યનો પક્ષધાર હતો, એ અભિભૂત હતો. જે ઉત્તર પ્રદેશના નાગરિકોને જોઈને ટિપ્પણી થતી હતી, જ્યાં કોઈ જવા માગતુ નહોતું. આજે દેશ અને દુનિયાની દરેક વ્યક્તિ ઉત્તર પ્રદેશ આવવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp