26th January selfie contest

BJP-CONની યુવા પાંખનો સરવે: BJYM વધુ પાવરફૂલ ટુલ્સ

PC: Twitter.com

ભારતની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે NSUI ની સ્થાપના 9મી એપ્રિલ 1971માં થઇ હતી. 1971 થી 1974 સુધી તેના પ્રથમ નેશનલ પ્રેસિડેન્ટ પીઆર કુમારામંગલમ હતા અને હવે 2016થી અમ્રિતા ધવન છે. આ યુવા પાંખ હાલ દેશભરમાં ફેલાયેલી છે પરંતુ તેની સભ્યસંખ્યા ઘટતી જાય છે. સાત વર્ષ પછી ભાજપે પણ તેની યુવા પાંખની રચના કરી હતી જે તેને ચૂંઠણી સંગ્રામમાં વધુ કામ લાગી હતી. યુવાનો મતદારોને બુથ સુધી લઇ જવામાં સફળ નીવડ્યા છે. નેશનલ સર્વેક્ષણમાં ભારતની બે મોટી પાર્ટીઓ પૈકી ભાજપની યુવા પાંખ જેટલી સક્રિય છે તેટલી કોંગ્રેસની યુવા પાંખ રહી નથી. દેશ અને ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે NSUIના યુવાનોએ કોંગ્રેસને સત્તા અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું, પરંતુ હવે ભાજપની યુવા પાંખ BJYM મેદાનમાં છે.

તાજેતરમાં યુવા ભાજપના નેતાઓ કેટલીક ગેરરીતિઓમાં ફસાઇ જતાં યુવા ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે તેમ છતાં સંગઠન કે સરકારે કોઇ પગલાં લીધા નથી. બીજી તરફ ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચો કે જેની સ્થાપના 1978માં કરવામાં આવી હતી. કલરાજ મિશ્ર તેના પ્રથમ પ્રેસિડેન્ટ હતા. આજે પુનમ મહાજનને ચાર્જ આપવામાં આવેલો છે. આ ટીમમાં પિયુષ ગોયલ, ઋત્વિજ પટેલ, ડો. જ્યોતિ પંડ્યા, અમિત ઠાકર, હર્ષ સંઘવી, શંકર ચૌધરી, ભરત પંડ્યા પુનમ માડમ જેવા નેતાઓ છે. કોંગ્રેસમાં મનીષ તિવારી, રોજી જ્હોન, મહિપાલસિંહ ગઢવી, મનીષ દોષી, નિશિત વ્યાસ, પરેશ ધાનાની, શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી, ગુલાબસિંહ રાજપૂત જેવા નેતાઓ છે પરંતુ તેમની ધાકથી કોંગ્રેસની યુવા પાંખ સક્રિય રહી નથી. હાલ તે નિષ્ક્રિય બની ચૂકેલી છે.

NSUIના નેગેટીવ પાસા:

 • કોંગ્રેસની યુવા પાંખ ચૂંટણી સમયે નિષ્ક્રિય બની જાય છે.
 • NSUIમાં સંગઠન શક્તિનો અભાવ છે.
 • યુવા નેતાઓને પર્સનલ ગોલ સિદ્ધ કરવામાં રસ છે.
 • નવા યુવાનોને જોડવા માટે શક્તિશાળી કેમ્પેઇન નથી.
 • કોંગ્રેસના સિનિયર લિડરો NSUIને વિશ્વાસમાં લેતા નથી.
 • કોલેજ અને યુનિવર્સિટીમાં સેન્ટીંગ કરવામાં રસ વધારે ધરાવે છે.
 • નેશનલ પ્રેસિડેન્ટ રાજ્યોની મુલાકાતો ઓછી લેતા હોય છે.
 • યુવાનોની સંખ્યા સામે યુવતિઓની સંખ્યા નહીવત છે.
 • વિવાદોમાં ઝડપથી સપડાઇ જાય છે.
 • સિનિયરો સાથે કોઇજાતનો તાલમેલ હોતો નથી.
 • વિવિધ કાર્યક્રમોની ઉજવણીમાં યુવાનો ભેગા થતા નથી.
 • દેશદાઝનો અભાવ, વ્યક્તિગત સ્કોર માટે મહેનત કરે છે.
 • એક આદેશ નહીં અનેક આદેશ હોય છે છતાં પરિણામ નથી.
 • યુવા પ્રદેશ પાંખ પાર્ટીના મુખ્ય કાર્યક્રમોથી અજાણ હોય છે.
 • ઉત્તમ વક્તાનો અભાવ છે. વક્તવ્યમાં વજન હોતું નથી.

BJYMના પોઝિટીવ પાસા:

 • સંગઠન મજબૂત છે, યુવા શક્તિને મેઇન ફોર્સમાં લઇ આવે છે.
 • સિનિયરો સાથે સતત મંત્રણા અને વિચારોની આપલે થાય છે.
 • ચૂંટણી વખતે યુવા મોરચાને વિશ્વાસમાં લેવાય છે.
 • નેશનલ પ્રેસિડેન્ટ રાજ્યોની મુલાકાત લેતા હોય છે.
 • સંગઠન પર્વ સહિતના કાર્યક્રમોની ઉજવણી કરે છે.
 • એક જ આદેશમાં યુવાનો એકત્ર થઇ જાય છે.
 • કોલેજ અને યુનિવર્સિટીમાં પક્કડ ધરાવે છે.
 • દેશદાઝ અને પાર્ટી માટે કરી છૂટવાની ભાવના છે.
 • વ્યક્તિગત ઇમેજ મોટી કરવા કરતાં પાર્ટીની ઇમેજ મજબૂત કરે છે.
 • નવા યુવાનોને જોડવાની શક્તિ છે, કેમ્પેઇનમાં હિસ્સેદારી.
 • પ્રદેશની યુવા પાંખ પાર્ટીના તમામ કાર્યક્રમોથી પરિચિત હોય છે.
 • યુવા નેતાઓએ વિશ્વસનિયતા વધારી છે.
 • છટાદાર વક્તવ્ય આપીને વધુને વધુ યુવાઓને આકર્ષે છે.
 • ઇનોવેશન કરવાની ઇચ્છા છે, વિદેશોમાં પણ કાર્યક્રમો આપે છે.

જો કે ભાજપ અને કોંગ્રેસની યુવા પાંખનો રોલ સરકાર કે સંગઠનમાં માત્ર યુવાનોને ભેગા કરવાનો રહી ગયો છે. આ યુવાનો સરકારમાં એવું કોઇ સક્રિય યોગદાન આપતા નથી કે જેથી સરકારની લોકોમાં વાહવાહી થાય. વિપક્ષ કોંગ્રેસની યુવા પાંખ પણ શાસક પક્ષની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડી શકતી નથી. આ સંજોગોમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં જે પાર્ટીની યુવા ટીમ મજબૂત હશે તે પાર્ટીને યારી મળશે તેવું નેશનલ સરવેના આંકડા કહી રહ્યાં છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp