તૂટી શકે છે અમિતાભના પ્રતીક્ષા બંગલાનો થોડો ભાગ, આ છે કારણ

PC: akamaized.net

બૃહદમુંબઈ નગર નિગમ (BMC)એ બુધવારે બિઝનેસમેન કેવી સત્યમૂર્તિના ઘરની બાઉન્ડ્રી વોલ તોડી પાડી હતી. BMC તરફથી આ કાર્યવાહી બિઝનેસમેનની તરફથી બોમ્બે હાઈકોર્ટમાંથી સ્ટે લાવવામાં નિષ્ફળ રહેવાને કારણે કરવામાં આવી હતી. BMCએ રોડ પહોળા કરવાની પરિયોજના અંતર્ગત સત્યમૂર્તિના ઘરના હિસ્સા પર દાવો કર્યો હતો.

માનવામાં આવી રહ્યું છે કે, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો બંગલો પ્રતીક્ષા પણ આ પરિયોજનાની ચપેટમાં આવી શકે છે. સત્યમૂર્તિ અને અમિતાભ બચ્ચનની પ્રોપર્ટી સંત દયાનેશ્વર માર્ગ પર સ્થિત છે. આ રસ્તાને 40થી 50 મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે.

કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. તે સેટબેક એરિયા 112 મીટરનો છે. સેટબેક એરિયા પર દાવો કરતા અમિતાભ બચ્ચન અને સત્યમૂર્તિ બંનેને ગત વર્ષે નોટિસ મોકલવામાં આવી હતી.

સત્યમૂર્તિએ આ નોટિસને સિવિલ કોર્ટમાં પડકારી હતી પરંતુ કોર્ટે આ અરજી રદ્દ કરી દીધી હતી. સત્યમૂર્તિએ દાવો કર્યો હતો કે, BMC ખોટા ઉદ્દેશ્યથી આ રસ્તો પહોળો કરવા માગે છે. અમિતાભ બચ્ચનની સંપત્તિના સંબંધમાં BMCને હાલ કાર્યવાહી કરવાની ઉતાવળ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp