એન્જિનિયરની કમાલ.. સિમેન્ટ અને ઈંટ વિના બનાવ્યું ઘર, ગરમીમાં નથી રહેતી AC જરૂર

PC: news18.com

દરેક વ્યક્તિની ઈચ્છા પોતાના સપનાનું ઘર બનાવવાની હોય છે, જેથી તે પોતાના પરિવાર સાથે ખુશીથી રહી શકે. આ દરમિયાન ડુંગરપુરના એક પરિવારે પર્યાવરણના સંતુલનનું ધ્યાન રાખતા અનોખુ ઘર બનાવ્યું છે. આ ઘરમાં કોન્ક્રિટ અને સિમેન્ટની જગ્યા નથી, પરંતુ ઇકો ફ્રેન્ડલી છે. જનજાતિ ક્ષેત્રમાં એક એવું ઘર પહેલા કદાચ જ ક્યારેય જોયું હશે, જ્યાં દરેક વસ્તુને રિસાઈકલ કરીને ફરી ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. ડુંગરપુર શહેરના રહેવાસી સિવિલ એન્જિનિયર આશિષ પંડા અને તેની પત્ની મધુલિકાએ આ ખાસ ઘર બનાવ્યું છે.

મધુલિકા વ્યવસાયે સોફ્ટવેર ડેવલપર છે. તેની સાથે તે સમાજસેવાનું પણ કામ કરે છે, જ્યારે ઘરના પાયાથી લઈને બહાર અને અંદર સુધી બધુ પર્યાવરણને અનુકૂળ છે. ઓરિસ્સા સાથે સંબંધ ધરાવનારા 40 વર્ષીય આશિષે જણાવ્યું કે, શાળાનો અભ્યાસ કરવા સુધી તેનું જીવન મદ્રાસમાં વીત્યું. ત્યારબાદ તેને બિટ્સ પિલાનીથી એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ તે માસ્ટર્સના અભ્યાસ માટે અમેરિકા જતો રહ્યો. તેણે અમેરિકામાં એક વર્ષ કામ પણ કર્યું. મધુલિકાએ કહ્યું કે, આશિષ ભલે અલગ-અલગ જગ્યાએ રહે, પરંતુ પોતાના કૉલેજના સમયથી જ અમે નક્કી કરી લીધું હતું કે અમે રાજસ્થાન જ ફરીશું.

તેણે આગળ કહ્યું કે, કૉલેજના દિવસોથી જ મારો સામાજિક વિષયો તરફ અને આશિષનો ઝુકાવ પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ તરફ હતો. વર્ષ 2008માં દેશ-વિદેશમાં ઘણી જગ્યાએ રહ્યા બાદ આ દંપતી રાજસ્થાન આવતી રહી. આશિષના જણાવ્યા મુજબ, એ બંને એ નક્કી કરી ચૂક્યા હતા કે કોઈ મોટા મેટ્રો શહેરમાં રહેવું નથી. હંમેશાંથી જ પ્રકૃતિની નજીક રહેવા માગતા હતા. એટલે થોડા મહિના અલગ-અલગ ગામોમાં રહીને પણ જોયું. તો મધુલિકાએ કહ્યું કે, વર્ષ 2010માં ડુંગરપુરમાં જ અમારી દીકરીનો જન્મ થયો અને ત્યારબાદ અમે અહી વસવાનો નિર્ણય લીધો.

આશિષ અને મધુલિકાએ ઘરના નિર્માણ માટે બધા લોકલ મટિરિયલનો ઉપયોગ કર્યો છે. જેમ કે બલવાડાના પથ્થર અને પટ્ટીઓ, ઘૂઘરાના પથ્થર અને ચૂનાનો ઉપયોગ, ઘરની બધી દીવાલો પથ્થરથી બનાવવામાં આવી છે અને તેની ચિનાઈ, પ્લાસ્ટર અને છતની ગિટ્ટીમાં ચૂનાનો ઉપયોગ કર્યો છે. તેમાં ગરમીના દિવસોમાં પણ AC અને પંખાની જરૂરિયાત નથી હોતી. એ સિવાય ઘરની છત, છજ્જાના પગથિયાના નિર્માણ વગેરે માટે પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મજેદાર વાત એ છે કે, આ આખા ઘરમાં ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ આશિષ અને મધુલિકાએ જણાવ્યું કે, રાજસ્થાનમાં જેટલા પણ જૂના મહેલ, હવેલીઓ અને ઘર બનેલા છે બધામાં પથ્થર, ચૂના અને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ પણ છતોમાં સિમેન્ટ અને સ્ટીલનો ઉપયોગ થયો નથી. છતા આ ઇમારતો વરસોથી સુરક્ષિત ઊભી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp