મકાન અને એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ માટે કરાયેલા કાયદાકીય સુધારાનો મુસદ્દો જાહેર

PC: i0.wp.com

ગુજરાત હાઉસીંગ બોર્ડ (સુધારા) અધિનિયમ 2019 દ્વારા રાજ્ય સરકારે મકાન અથવા એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ કરવા માટે કાયદાકીય સુધારા કર્યાં છે. આ અંગેના નિયમો રાજ્ય સરકારે ઘડ્યા છે અને તેનો મુસદ્દો તા. 05/10/2020ના રોજ સરકારી રાજપત્રમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. તેમજ આ મુસદ્દો શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની વેબસાઈટ પર પણ મૂકવામાં આવ્યો છે.

આ નિયમો સંબંધિત કોઈ વાંધા સૂચનો હોય તો સરકારી રાજપત્રમાં પ્રસિધ્ધ થયા તારીખથી 30 દિવસમાં સચિવ (હાઉસીંગ), શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને મોકલી આપવાના રહેશે તેમ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp