ગિફ્ટી સિટીમાં કેન્દ્ર સરકારના નિર્ણયથી જમીનના ભાવ અડધા થઇ ગયા
કેન્દ્ર સરકારના એક નિર્ણયને કારણે ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી પાસેની જમીનોના ભાવમાં કડાકો બોલી ગયો છે અને જમીનના ભાવો અડધા થઇ ગયા છે. ગાંધીનગર ગિફ્ટ સિટીની આસપાસની 996 હેકટર વિસ્તારને એમા સમાવીને વિકાસ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર બ્રેક લાગી ગઇ છે.
કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલયને જ્યારે એ વાતની જાણ થઇ કે ગિફ્ટી સિટીમાં મોટો રાજકારણીઓ અને અધિકારીઓના બે નંબરના પૈસા રોકાયેલા છે તો કેન્દ્ર સરકારે આ જમીન ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ને આપી દીધી છે. હવે GUDA પોતાના GR મુજબ મકાનો બનાવશે. આ નિર્ણયથી મોટા માથાઓના 10000 કરોડ રૂપિયા સલવાઇ ગયા છે. જ્યાં જમીનના ભાવો સ્કેવર ફુટ દીઠ 50,000 રૂપિયા ચાલતા હતા તેમાં કડાકો બોલીને અડધા થઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp