દુનિયાના 10 સૌથી મોંઘા શહેરમાં ભારતનું કોઈ શહેર છે કે નહીં? રિપોર્ટ ચોંકાવી દેશે

PC: nationalgeographic.com

ઈકોનોમિક ઇન્ટેલિજેન્સ યુનિટ (EIU)એ હાલમાં જ દુનિયાના સૌથી મોંઘા શહેરોની લિસ્ટ જાહેર કરી છે. હાલના રેન્કિંગમાં સિંગાપુર અને સ્વિત્ઝરલેન્ડનું જ્યૂરીખ શહેર સંયુક્ત રૂપે દુનિયાભરમાં રહેવાના હિસાબે સૌથી મોંઘું શહેર છે. જો કે, જ્યુરિખ ગયા વર્ષે છઠ્ઠા નંબર પર હતું, પરંતુ આ વખત જ્યૂરિખને સંયુક્ત રૂપે સિંગાપુર સાથે પહેલા નંબર પર રાખવામાં આવ્યું છે. લંડનની ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજેન્સ યુનિટના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે મુજબ, આ 11 વર્ષમાં નવમી વખત છે, જ્યારે સિંગાપુરે સૌથી મોંઘા શહેરના રૂપમાં પોતાનું ટોપ સ્થાન યથાવત રાખ્યું છે.

ગયા વર્ષે સિંગાપુર અને અમેરિકન શહેર ન્યૂયૉર્કને સંયુક્ત રૂપે સૌથી મોંઘા શહેરોના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા. વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ એ શહેરમાં વસ્તુઓ અને સેવાઓ માટે ચૂકવણી કરવામાં આવતી રકમની અમેરિકન ડૉલરમાં કિંમતોની તુલનના આધાર પર જાહેર કરવામાં આવે છે. સીરિયાનું દમિશ્ક દુનિયાનું સૌથી સસ્તું શહેર છે. 173 દેશોની લિસ્ટમાં ઈરાનની રાજધાની તેહરાન અને લીબિયાની રાજધાની ત્રિપોલીને ક્રમશઃ 172માં અને 171માં નંબર પર રાખવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયન શહેર મોસ્કો અને પેન્ટ પિટર્સબર્ગના રેન્કિંગમાં ભારે ઘટાડો આવ્યો છે. રશિયાની રાજશાની મોસ્કોને 142માં નંબરે રાખવામાં આવ્યું છે, જે ગયા વર્ષની તુલનામાં 105 નંબરનો ઘટાડો છે. તો પિટર્સબર્ગને 147માં નંબરે રાખવામાં આવ્યું છે જે ગયા વર્ષની તુલનામાં 74 નંબરનો ઘટાડો આવ્યો છે. લિસ્ટમાં ઇઝરાયલી શહેર તેલ અવીવને કોપેનહેગન સાથે સંયુક્ત રૂપે આઠમા નંબર પર રાખવામાં આવ્યું છે. જો કે, ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજેન્સ યુનિટે આ સર્વેક્ષણ ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆત અગાઉ કર્યું હતું.

દુનિયાના ટોપ-10 સૌથી મોંઘા શહેર

  1. જ્યૂરિખ અને સિંગાપુર (સંયુક્ત રૂપે)
  • ન્યૂયોર્ક અને જીનેવા (સંયુક્ત રૂપે)
  1. હોંગકોંગ
  2. લોસ એન્જિલ્સ
  3. પેરિસ
  4. તેલ અવીવ અને કોપેનહેગન (સંયુક્ત રૂપે)
  5. સેન ફ્રાન્સિસ્કો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp