માત્ર 38 વર્ષની ઉંમરે ખરીદ્યો 1000 કરોડનો આલિશાન મહેલ, જાણો શું છે ખાસ સુવિધા

PC: wsj.com

માત્ર 38 વર્ષની ઉંમરના એક CEOએ લોસ એંજલસમાં 1000 કરોડ રૂપિયાનો આલિશાન મહેલ ખરીદ્યો છે. જાણકારોના કહેવા મુજબ ડિસેમ્બરમાં થયેલી આ પ્રોપર્ટી ડીલ લોસ એંજલિસની અત્યાર સુધીની સૌથી મોંઘી સિંગલ ફેમિલી હોમ સેલ ડીલ છે.

અમેરિકાના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ કોઇનબેસના CEO બ્રાયન આર્મસ્ટ્રોંગે 133 મિલયન ડોલર ( અંદાજે 990 કરોડ રૂપિયા)માં આલિશાન પ્રોપર્ટી ખરીદી છે, જેમાં તમામ પ્રકારની સુવિધા છે.

વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, 38 વર્ષના બ્રાયન આર્મસ્ટ્રોંગે લોસ એંજલસમાં 19000 સ્કવેર ફુટનો એક આલિશાન મહેલ 990 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ મહેલમાં થિયેટર, જિમ, ડબલ ઉંચાઇવાળો ડાઇનીંગ રીમ, 6600 સ્કેવર ફુટના ગેસ્ટ હાઉસ સહિતની અનેક સુવિધા છે. લોંસ એંજલસમાં ખરીદવામાં આવેલી અત્યાર સુધીનું સૌથી મોટી હોમ ડીલ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ આ આલિશાન મહેલ બ્રિટિશ આર્કિટેકટ જોન પાસન દ્રારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

તમને એ જાણવામાં રસ પડશે કે 38 વર્ષની આટલી નાની વયે મોંધી પ્રોપર્ટી ખરીદનાર બ્રાયન આર્મસ્ટ્રોંગ કોણ છે? બ્રાયન આર્મ સ્ટ્રોંગ અમેરિકાનો અરબપતિ બિઝનેસમેન અને ઇન્વેસ્ટર છે. બ્રાયન ક્રિપ્ટોકરન્સી કોઇન બેસનો CEO  છે. તેણે વર્ષ 2012માં કોઇનબેસની સ્થાપના કરી હતી. ઓફીસની જગ્યાને રાજકીય ગતિવિધીઓથી દુર રાખવાની પોતાની નીતિને કારણે બ્રાયને મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતુ.

બ્રાયને આ પ્રોપર્ટી જાપાનના ઉદ્યોગ સાહસિક હિદેકી ટોમિતાની કંપની પાસેથી ખરીદી હતી. હિદેકી ટોમિતાએ આ પ્રોપર્ટી અરબપતિ ચાર્લ્સ બ્રોફમેનની પુત્રી પાસે વર્ષ 2018માં 85 મિલિયન ડોલરમાં ખરીદી હતી. બ્રોફમેનની પુત્રી પેય SEA GRAM કંપનીની ઉત્તરાધિકારી હતી.

બ્લુમબર્ગ બિલિયોનર્લ ઇન્ડેક્સના જણાવ્યા મુજબ બ્રિયાન આર્મસ્ટ્રોંગની કુલ સંપત્તિ 9.6 બિલિયન ડોલર છે.

બ્રિયાન આર્મસ્ટ્રોંગે જે પ્રોપર્ટી ખરીદી છે તેમાં વર્ષ 2009માં 5  આલિશાનરૂમની ડિઝાઇનવાળું મુખ્ય ખર બાંધવામાં આવ્યું હતું. આ ઘર એક બીજા પર સ્ટેક કરેલા કયૂબ જેવું લાગે છે. અને નીચેનો ભાગ લટકતો હોય તેવી ડિઝાઇન બનાવવામાં આવી છે.નબેસ એ અમેરિકાનું સૌથી મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્ડ છે અને પબ્લીકમાં જનાર પ્રથમ ક્રિપ્ટોકરન્સી કેન્દ્રિત કંપની છે. બ્રિયાને તાજેતરના મહિનાઓમા યુએસ લકઝરી માર્કેટમાં નોંધપાત્ર ઘરો ખરીદયા છે. એ સિવાય NFT બ્લોકચેન વર્લ્ડ વાઇડ એસેટ એક્સચેન્જના સહ સ્થાપક જોનાથન આન્ટિસે તાજેતરમાં ડેનવરની બહાર આશરે 70 એકરની એસ્ટેટ 12.5 મિલિયન ડોલરમાં ખરીદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp