વધુ પડતું પોર્ન જોવાના આ છે 5 ગેરફાયદા, તમે પણ વાંચી લો

PC: twitter.com

પોર્નનું એડિક્શન આપણા યૌન સ્વાસ્થ્યની સાથોસાથ માનસિક સ્વાસ્થ્યને પણ ખૂબ જ પ્રભાવિત કરે છે. ખૂબ જ વધુ પોર્ન જોવાના કારણે નપુંસકતા, વિલંબિત સ્ખલન, યૌન સંતુષ્ટિમાં ઉણપ, અંતરંગ સંબંધ બનાવવામાં અસમર્થતાનો શિકાર હોઈ શકે છે. તેની અસર માત્ર યૌન જ નહીં પરંતુ ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ હોય છે. માનસિક અસ્થિરતા, 40 વર્ષ કરતા ઓછી ઉંમરના પુરુષોમાં કામેચ્છામાં ઉણપ અને મહિલાઓમાં ઉત્તેજનાની ઉણપ જેવા ઘણા પ્રભાવ હોય છે.

પોર્ન સંબંધોને નુકસાન પહોંચાડે છે

પોર્ન જોનારાઓનું ઉદાસીન થઈ જવુ અને પાર્ટનરની સાથે ઓછું સેક્સ કરવું સામાન્ય વાત છે. પોર્નોગ્રાફીના ઉપયોગને એડલ્ટરી અને બીજા વ્યક્તિ દ્વારા સંબંધોને છેતરવાના રૂપમાં જોઈ શકાય છે. પોર્નોગ્રાફીનો ઉપયોગ કરવાથી પાર્ટનરને ડર લાગે છે અને અપર્યાપ્ત યૌન સંબંધ અનુભવ કરે છે. પોર્ન જોનારાઓ અને પાર્ટનર બંને માટે સંબંધમાં યૌન સંતુષ્ટિ અને ઈમોશનલ ઈન્ટિમસી ઓછી થઈ જાય છે. પોર્નોગ્રાફીના કારણે ક્યારેક-ક્યારેક બેઈમાની અને છેતરપિંડીના કારણે સંબંધોની વચ્ચેનો વિશ્વાસ ચાલ્યો જાય છે.

પોર્ન વધુ જોવાથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે

એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, ઈન્ટરનેટ પર પોર્ન જોવા અને ઈમ્પલ્સિવ વ્યવહારની વચ્ચે ગાઢ સંબંધ છે. આ સ્ટડિઝમાં જોવા મળ્યું છે કે, વધુ પોર્ન જોવાના આદી લોકોમાં તેના કારણે મગજ પર એવો જ પ્રભાવ પડે છે, જેવો નશીલા પદાર્થના સેવન અને તેના પર આદી થવાના કારણે થાય છે. છેલ્લા એક દાયકામાં આ અંગે ખૂબ રિસર્ચ થયુ છે અને લાંબા સમય સુધી પોર્ન જોનારા લોકો પર આ કારણે  થનારા મનોવૈજ્ઞાનિક નુકસાન તરફ ઈશારો કરવામાં આવ્યો છે. ચીડિયાપણું, ગુસ્સો, પોતાને બેકાર સમજવા જેવી ભાવના આવા લોકોમાં ઘર કરવા માંડે છે.

પોર્નની ખરાબ અસર અભ્યાસ અને કરિયર પર પડે છે

બાળક જ્યારે યુવાની તરફ જવા માંડે છે, ત્યારે તેના શરીરમાં બદલાવ આવવા શરૂ થઈ જાય છે. એવા સમયમાં હોર્મોનનું સ્તર વધ-ઘટ થતું રહે છે કારણ કે, બાળક કિશોરાવસ્થામાંથી વયસ્કતા તરફ જાય છે. આ દરમિયાન, છોકરાઓનું છોકરીઓ તરફ અને છોકરીઓનું છોકરાઓ તરફ આકર્ષણ વધે છે. સમય પર યોગ્ય સેક્સ એજ્યુકેશન ના મળવા પર અને શરીર/મન માં ઉઠી રહેલા સવાલો/ઉત્તેજનાને પૂર્ણ કરવા માટે લોકો પોર્ન તરફ જાય છે. જો આ બધુ જ એક દાયરાની અંદર થઈ રહ્યું હોય તો તેને સામાન્ય સમજવામાં આવે છે પરંતુ, જો તે દાયરાની બહાર ચાલ્યુ જાય એટલે કે તેના કારણે બાળકના અભ્યાસને નુકસાન પહોંચવા માંડે અથવા યુવાનના કરિયરમાં તેના કારણે બાધા આવવા માંડે તો તે જીવનભરની સમસ્યા બની શકે છે.

એક નિષ્ક્રિય જીવન શૈલી આપી શકે છે

જ્યારે આપણે પોર્ન જોઈએ છીએ, તો ડોપામાઈન અને સેરોટોનિન, આપણા મગજના ચાર તથાકથિત હેપ્પી કેમિકલ્સમાંથી બે રીલિઝ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ એક્સરસાઈઝ કરે છે, તો આ જ રસાયણ નીકળે છે. એવામાં એક્સરસાઈઝ અને પોર્ન બંને એક જ ન્યૂરોટ્રાન્સમીટર રીલિઝ કરે છે, જેને કારણે પોર્ન જોયા બાદ વર્કઆઉટ કરવું ઓછું આકર્ષક થઈ જાય છે કારણ કે, તમારું શરીર પહેલાથી જ સેરોટોનિન અને ડોપામાઈનથી ઓવરલોડ થઈ ચુક્યુ હોય છે. તેને કારણે વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

વારંવાર પોર્ન જોવાથી પ્રોડક્ટિવિટી ઓછી થઈ શકે છે

જ્યારે કોઈ પોર્ન જુએ છે, તો તે મલ્ટીટાસ્કિંગ નથી કરી શકતો, કારણ કે જો તે પોર્ન જોઈ રહ્યો છે તો તે સમયે કંઈ બીજું કામ નથી કરી શકાતું. Reddit ગ્રુપ NoFap ના એક સર્વે અનુસાર, જે સભ્યોએ પોર્ન જોવુ બંધ કર્યું, તેમાંથી 67% સભ્યોને જણાયું કે પોર્ન છોડ્યા બાદ તેમની ઉર્જા અને ઉત્પાદકતામાં ઘણો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp