જવું હતું ગોવા, પતિ લઈ ગયો અયોધ્યા તો પત્ની માગ્યા છૂટાછેડા, બોલી-મારાથી વધારે..

PC: nytimes.com

આ સમયે આખો દેશ રામભક્તિના રંગમાં ડૂબ્યો છે. બધા એ વાતની પ્લાનિંગ કરી રહ્યા છે કે ક્યારે અને કેવી રીતે અયોધ્યા જઈને રામલલાના દર્શન કરશે. આ દરમિયાન એક એવા સમાચાર આવ્યા જે તેનાથી એકદમ અલગ છે. એક મહિલા પોતાના પતિને એટલે છૂટાછેડા આપવા માગે છે કેમ કે તેનો પતિ તેને અયોધ્યા અને વારાણસી ફરવા લઈ ગયો હતો. તમે વિચારી રહ્યા હશો કે એ પણ કોઈ છૂટાછેડા આપવાનું કારણ છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ શું છે આખો મામલો અને ક્યાંની છે આ ઘટના.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહી એક પત્નીએ પોતાના પતિ પાસેથી છૂટાછેડા માટે અરજી કરી છે કેમ કે પત્નીને ગોવા લઈ જવાનો વાયદો કરીને તેને અયોધ્યા લઈ ગયો. તેના કારણે મહિલાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. હાલમાં પતિ-પત્ની બંનેની કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે. આ ઘટના ભોપાલના પિપલાની વિસ્તારની છે. રિલેશનશિપ કાઉન્સિલર શૈલ અવસ્થી મુજબ, બંનેના લગ્ન ગયા વર્ષે ઓગસ્ટમાં થયા હતા. પતિ IT એન્જિનિયર છે અને સેલેરી પણ સારી એવી છે.

લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે હનીમૂન જવાની વાત થઈ રહી હતી, તો પત્નીએ કોઈ વિદેશી પર્યટન સ્થળ પર જવાની વાત કરી. ત્યારે પતિએ વૃદ્ધ માતા-પિતાનો સંદર્ભ આપીને ભારતમાં જ કોઈ પર્યટન સ્થળ પર જવાની વાત કહી તો બંને વચ્ચે ગોવા જવા પર સહમતી બની ગઈ. પત્નીનો આરોપ છે કે એ છતાં જ્યારે ફરવા જવાનું હતું તેના એક દિવસ અગાઉ જ પતિએ જણાવ્યું કે એ લોકો ધાર્મિક સ્થળ અયોધ્યા અને બનારસ જઇ રહ્યા છે કેમ કે માતાએ દર્શન કરવા છે.

પત્ની પોતાના પરિવાર સાથે ટ્રીપ પર તો જતી રહી, પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ બંનેમાં એ વાતને લઈને ખૂબ ઝઘડો થયો અને પત્નીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી દીધી. રિલેશનશિપ કાઉન્સિલર શૈલ અવસ્થિના જણાવ્યા મુજબ, પત્નીએ તેને છેતરપિંડી બતાવતા ભરોસો તોડવાનું કહ્યું અને આરોપ લગાવ્યો કે, પતિ તેનાથી વધારે પરિવારજનોને સમય આપે છે, જેથી તેને લગ્નની શરૂઆતથી જ નજરઅંદાજ થવાનો અનુભવ થઈ રહ્યો છે. હાલમાં પતિ અને પત્ની બંનેની કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે જેથી સંબંધને બચાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp