આ દેશ સમલૈંગિકોને આપશે પથ્થરથી મારી નાખવાની સજા

PC: sciencemag.org

લાંબી લડાઇ બાદ ભારતમાં સમલૈંગિક સંબંધોને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી છે પરંતુ દુનિયાના એવા દેશો પણ છે જ્યાં હજી પણ સમલૈંગિક સંબંધોને ગુનો ગણવામાં આવે છે. બ્રુનેઇના સુલતાને એવો આદેશ આપ્યો છે કે જો કોઇ સમલૈંગિક હોવાનું ખબર પડે તો તેને પથ્થરોની મારીને મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે. નવા કાયદામાં દુષ્કર્મ જેવા અપરાધ પર પણ લાગુ થશે. 2014માં આ મુસ્લિમ દેશના શરિયા કાયદો લાગુ કરવામાં આવશે. જો કે સુલતાનના આ નિર્ણયનો વિરોધ પણ થયો હતો. એમનેસ્ટી ઇન્ટરનેશનલમાં બ્રુનેઇને રિસર્ચર રાચેલ સી હાવર્ડે કહ્યું હતું કે પરસ્પર સંમતિથી બનેલા સંબંધોને અપરાધ ન ગણવામાં આવે.

સમલૈંગિક હોવા પર પથ્થરોથી મારવાની સજા આપવાનો કાયદો 3 એપ્રિલના રોજથી લાગુ કરવામાં આવશે. આ સાથે જ એક નવો કાયદો આ દિવસથી પ્રભાવી થશે જેમાં ચોરીનો આરોપ સાબિત થવા પર હાથ અને પગ કાપી નાખવામાં આવશે.

બ્રુનેઇમાં દારૂ પર પહેલેથી જ પ્રતિબંધ છે. આ સાથે શુક્રવારે નમાઝ પઢ્યા બાદ આ નવા કાયદાઓ લાગુ કરી દેવામાં આવશે. બ્રુનેઇ પહેલા બ્રિટીશ શાસનના આધીન હતું. સમલૈંગિકતા ત્યાં પહેલેથી જ પ્રતિબંધિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp