માફી ન માગનારને કંઈ રીતે માફ કરવા, ભૂલી જાવ અને માફ કરો

PC: strengthenyourrelationship.com

ભુલી જાવ અને માફ કરો. બીજાના દોષને સહન કરો, કારણકે એ લોકો તમારા દોષને સહન કરે છે. માફ કરવું હમેશા બીજા માટે નથી હોતું. જ્યારે આપણે લોકોને માફ કરીએ છીએ ત્યારે તે આપણા માટે હોય છે. તમને ખબર પડે કે ન પડે પણ જ્યારે તમે કોઈ વાતને પકડી રાખો ત્યારે તમે ભtતકાળમાં જીવતા થઈ જાવ છો. જ્યારે આપણે વર્તમાનમાં આ ઘડીમાં જીવીએ છીએ ત્યારે કોઈ ભૂતકાળ વચ્ચે નથી આવતું. અને કોઈ આપણને દુઃખી નથી કરતું.

આપણે કોઈને ત્યારે માફ કરીએ છીએ જ્યારે કોઈ આપણી પાસે માફી માંગે. પણ જે માફી જ ન માંગે તેનું શું કરવું? મોટા ભાગે લોકો સમજશે કે તેમને માફીની જરૂર નથી અને તે દુઃખ સાથે આગળ વધશે. છતાં એવા ઘણા રસ્તાઓ છે જેથી આપણે તેમને માફ કરી શકીએ. માત્ર તેમની માટે નહીં પણ આપણા માટે.

માફી ન માગનારને આ 6 રીતે માફી આપો

  1. બીજા કરતા પોતાના પર ધ્યાન આપો

માફ કરવું એટલે બીજાએ કરેલા ખોટા કામ ભુલવા. પણ જ્યારે તમે કોઈ બીજા પરથી તમારા પર ધ્યાન દેવા લાગો છો ત્યારે તમે અંદરથી હીલ થવાનું શીખો છો. તમને પોતાને કઈ રીતે સારું ફીલ થાય છે તેમ વિચારવાથી તમે કોઈને માફી આપશો જેથી તમને મેન્ટલ શાંતિ મળે. જ્યારે તમે માફી આપવાનું નક્કી કરો છો ત્યારે તમારી અંદર રહેલા ગુસ્સાને તમે છોડો છો. તમે તેમાંથી શીખવાનું નક્કી કરો છો. ગુસ્સાને પકડી રાખવાથી આપણે જ દુખી થઈએ છીએ એ પણ એવા વ્યક્તિના કારણે જે માફી પણ નથી માંગતું. જ્યારે કંટ્રોલની વાત આવે ત્યારે તમારે માત્ર તમારા પર અજ ફોકસ કરવાનું હોય છે.

  1. તમારી લાગણીની જવાબદારી લો

બીજા લોકોનો તમારા પર પાવર ન હોઈ શકે. તેમના શબ્દો અને વર્તન આપણને અસર કરે છે પણ અંતે આપણે કેવું ફીલ કરવા માંગીએ છીએ તેના પર માત્ર આપણો કંટ્રોલ હોય છે. પોતાની ફીલીન્ગની જવાબદારી લેવાથી આપણે બીજા પર દોષ ઠાલવવાનું ભુલી જઈએ છીએ અને આગળ વધીએ છીએ. જ્યારે આપણે બીજાથી દુખી થતા અટકાઈએ છીએ ત્યારે આપણે દોષ અને જજમેન્ટથી પોતાની જાતને બાંધી નથી રાખતા.પોતાની જાતને બદલવાથી એક નવી બ્રાઈટ દુનિયા જોઈ સકો છો તમે. તમને ખબર પડી જશે કે કઈ રીતે માફ કરીને જતું કરવું જોઈએ.

યાદ રાખજો કે તમારી ફીલીન્ગ્ઝ પર કંટ્રોલ રાખવા વાળા માત્ર તમે જ છો અને એવું કરવાથી પોતાની જાતને નેગેટીવિટીથી મુક્ત કરો છો.

  1. જવાબદારી સ્વીકારો

બધું એક તરફી નથી હોતું. કારણકે આપણે બધું આપડી નજરથી જોઈએ છીએ માટે આપણે પોતાને સાચ્ચા અને બીજાને ખોટા માનીએ છીએ. આપણે એ નથી જોઈ શક્તા કે કદાચ આપણે પણ તેમને ઉક્સાવવા માટે કંઈક કર્યું હશે. કોઈ પણ દલીલમાં પોતાના દોષ માનવાથી તમે સામે વાળા વ્યક્તિનું જતું કરો છો. તમે સમાધાન કરવાનું પણ વિચાર કરો છો અને જો એ તરફ કોશિશ કરો તો કદાચ સામે વાળો પણ સમાધાન કરવા આગળ વધશે.

  1. ભૂતકાળમાં રહેવાનું બંધ કરો

જ્યારે કોઈ ગુસ્સાને છોડવા તૈયાર ન થાવ ત્યારે તમે વર્તમાનમાં જીવી નથી શક્તા. તમને લાગશે કે જે લોકોએ તમને દુખ પહોંચાડ્યું તે વિશે તમે હંમેશા વિચારતા રહો છો જે તમને દુખી કરે છે. રીસર્ચ પ્રમાણે જે લોકો વિતેલી વાતોને ભુલીને માફી નથી આપી શક્તા તેઓ સ્ટ્રેસમાં રહે છે જે તેમની ઈમ્યુનિટીને ઓછી કરે છે માટે તેમને રોગ સામે લડવાની તાકાત ઓછી થઈ જાય છે. ખરાબ વિચારોની શરીર પર ખરાબ અસર પડે છે. માફી તમને બધી વસ્તુઓ પર્સનલી લેવા પર મજબૂર નથી કરતી અને એક્સેપ્ટ કરતા શીખવાડે છે.

  1. દુઃખી થવા તરફ ધ્યાન ન આપો

ઘણી વાર આપણે હાથે કરીને છેતરામણી ફીલ કરવા માંગીએ છીએ. સાચો ગુસ્સો કોઈ વાર સારો લાગે છે અને આપણે એવા લોકોને જાણીએ છે જેને આ ફીલીન્ગની આદત હોય. પણ લાઈફને જ છેતરપીંડીની રીતે જોવાથી કોઈને માફી આપી શકાતી નથી જે આપણી જ લાઈફ ખરાબ કરે છે. નાની નાની બાબતો મન પર ન લઈને જતું કરશો તો તમે માફી પણ જલ્દી આપી શકશો.

  1. જીવનને પ્રેમ ભરી નજરથી જોવો

તેનો મતલબ એ નથી કે તમારે ખરાબ વસ્તુઓને પણ પ્રેમથી જોવાની છે પણ,તમારી લાઈફમાં જે કંઈ પણ થાય તેને એક પાઠ તરીકે લઈને તેમાંથી શીખો. માફ કરવાથી તેની કડવાશ ઓછી નથી થતી. એક હીલ થયેલી મેમરી એટલે ભુસી નાખેલી મેમરી નથી. પણ જેને આપણે નથી ભુલી શક્તા એવી વાતને માફ કરવી એ તેને યાદ રાખવાની નવી રીત છે. આપણે આપણા ભૂતકાળને ભવિષ્યની એક આશા તરીકે જોઈએ છીએ. માફ કરવું એટલે પોતાના ઈમોશન્સને દાવ પર રાખીને બીજાને માફ કરવું નથી હોતું. પણ માફ કરવું એટલે મને પોતાને વર્તમાનમાં જીવતા શીખવાડવું. જ્યારે કોઈ તમને સોરી ન કહે છતાં તમે તેને માફ કરો તો તમે તમારા માઈન્ડ અને સોલને હીલ કરો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp