ભેટ (Gift) આપવાથી સંબંધો મજબૂત થતા નથી

PC: newindianexpress.com

(Utkarsh Patel) કોઈક તમને ગિફ્ટ આપે તો બહુ ખુશ થઈ જતા હશો ને?

ભેટ એ લાગણીઓનું ક્ષણિક પુરતું પૂર છે.

નિઃસ્વાર્થભાવે અપાતી ભેટ ખૂબ અમૂલ્ય હોય છે પરંતુ આજના સમયમાં મોટેભાગે ભેટમાં પણ ભેટ આપનારનો કંઈક છૂપો સ્વાર્થ હોય શકે છે!

વસ્તુની ભેટથી સંબંધો ક્યારેય મજબૂત થતા જ નથી.

ભેટ ખૂબ સમજી વિચારીને લેવી જોઈએ.

નિઃસ્વાર્થભાવે ભેટ આપવામાં ક્યારેય સંકોચ કરવો જોઈએ નહીં. મારા જેવો માણસ તો કોઈની ભેટ લેતો જ નથી અને કોઈક ખૂબ લાગણીથી ભેટ આપે તો લાગણીને માન આપવાનું હું ચૂકતો નથી. મને તો ભેટ પણ કોઈકનું ઋણ ચઢ્યા જેવી જણાય અને આપણે કોઈનું ઋણ લેવું નહીં અને રાખવું નહીં. બસ આવું કઈક અમારી વ્યવહાર કુશળતા અને એવું જ અમારું જીવન.

હવે જો આપણે કોઇકને ભેટ આપીએને સારા ભાવથી અને જો સામે વાળી વ્યક્તિ એ ભેટની કદર ના કરે તો કેવું લાગે આપને? હું ભેટ આપી જાણું અને ધ્યાનથી નોંધ લઉ કે મારી ભેટની શું કિંમત કરી ભેટ લેનારે. હા ક્યારેક તો મેં જોયું કે આપણી ભેટ ત્રીજા વ્યક્તિને ભેટમાં અપાતી હોય!! આવો છે આ સંસાર.

લાગણીઓ ભેટના નામે વેચાય અને ધૂળ ધાણી પણ થાય.

વાત સંબંધોની...

સંબંધો મજબૂત થાય છે સમય આપવાથી.

સંબંધ મજબૂત થાય છે એકબીજાને સમજવાથી.

કોઇક ગમતી કે વ્હાલી વ્યક્તિને જો ભેટ આપવી જ હોયને તો તમારો અમૂલ્ય સમય એમને ભેટમાં આપજો.

અને જે વ્યક્તિ એનો સમય તમને આપે તો સમજજો કે એ અમૂલ્ય ભેટ છે અને આવા સંબંધોની આપણે કદર કરવી જોઈએ અને એ ઋણ ચૂકવવાની તક ક્યારેય ચૂકવી જોઈએ નહીં.

પૈસાની ખરીદાયેલી ભેટોથી અંજાશો નહીં.

જે વ્યક્તિ તમને સમય આપે એની લાગણીઓને ક્યારેય ઠેસ પહોચાડશો નહીં.

અગત્યનું:

પૈસાની ખરીદાયેલી ભેટોથી થોડું સાચવીને સમજીને રહેજો અને સમય રૂપી ભેટ આપનારનું ઋણ ક્યારેય ભૂલશો નહીં.

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp