હાઈકોર્ટ કે કહ્યું- સપ્તપદી રીતિ-રિવાજ વિના હિંદુ લગ્ન અમાન્ય, સાત ફેરા જરૂરી

PC: livelaw.in

હિંદુ ધર્મમાં લગ્ન કરવાની ઘણી પદ્ધતિઓ છે. જેના આધારે લગ્નને માન્યતા મળે છે. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે, રીતિ-રિવાજ વિના કરવામાં આવેલા લગ્ન અમાન્ય ગણવામાં આવશે. હિંદુ લગ્નને સપ્તપદી વિના પૂર્ણ માની શકાશે નહીં. કોર્ટે કહ્યું કે, હિંદુ લગ્નની વૈધતા માટે સપ્તપદી અનિવાર્ય છે. કોર્ટે આ આદેશ સ્મૃતિ સિંહની અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો છે.

અરજીકર્તા સામે તેના પતિએ ડિવોર્સ લીધા વિના બીજા લગ્ન કરવાનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો હતો. આ મામલાને લઇ કોર્ટે અરજીકર્તાને સમન મોકલ્યું હતું. મહિલાએ તેના પતિ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટને સ્મૃતિના બીજા લગ્નના પક્ષમાં કોઇ પુરાવા મળ્યા નહીં.

સ્મૃતિ સિંહની અરજી પર સુનાવણી કરતા જજ સંજય કુમાર સિંહે આદેશમાં કહ્યું કે, લગ્નને જ્યાં સુધી યોગ્ય રીતિ-રિવાજ અને સાતફેરાની સાથે કરવામાં ન આવે તો ત્યાં સુધી તેને પૂર્ણ કે માન્ય માનવામાં આવતું નથી. લગ્ન ત્યારે જ સંપન્ન થાય છે જ્યારે રીતિ-રિવાજોને યોગ્ય રીતે કરવામાં આવે છે. જો લગ્ન વૈધ નથી તો કાયદાકીય રીતે તેને લગ્ન ગણી શકાય નહીં. હિંદુ કાયદા હેઠળ વૈધ લગ્ન માટે સપ્તપદી સેરેમની થવી જરૂરી છે. પણ હાલના કેસમાં આ વાતની કમી છે.

લગ્નના કોઇ પુરાવા નથી, માટે આ ગુનો નથી.

કોર્ટે હિંદુ વિવાદ અધિનિયમ, 1995ની ધારા 7 પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો, જેના હેઠળ એ જોગવાઇ છે કે, હિંદુ વિવાહ કોઇપણ પક્ષના પારંપરિક સંસ્કારો અને સમારોહના હિસાબથી સંપન્ન કરી શકાય છે. પણ સાત ફેરા થવા આમાં સામેલ છે. સાત ફેરા થવા પર જ લગ્નને સંપન્ન માનવામાં આવે છે. અરજીકર્તાના 2017માં લગ્ન થયા હતા. પણ પતિ પત્નીના સંબંધમાં કડવાશ આવ્યા પછી અરજીકર્તા સ્મૃતિ સિંહે સાસરુ છોડી દીધુ અને પરિવાર પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો. ત્યાર પછી પતિ સત્યમે તેની પત્ની પર ડિવોર્સ લીધા વિના બીજા લગ્ન કરવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં પતિના આરોપો ખોટા સામે આવ્યા. કોર્ટને સ્મૃતિના બીજા લગ્નને લઇ કોઇ પુરાવા મળ્યા નહીં. 

કોર્ટની ટિપ્પણીથી ક્લીઅર છે કે, હિંદુ વિવાહની એવી રીતો જેમાં સાત ફેરા એટલે કે સપ્તપદીને સામેલ ન કરવામાં આવે તે કાયદાકીય રીતે વૈધ નથી. ઉત્તર પ્રદેશમાં પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવેલા લગ્ન આ દાયરામાં આવે છે. અલાહાબાદ હાઈકોર્ટની સિવિલ અને પારિવારિક વિવાદોના મામલાની જાણકાર અધિવક્તા અભિલાષા પરિહારે કહ્યું કે, ઘણીવાર યુવક-યુવતીના અફેરથી જોડાયેલા મામલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી પોલીસકર્મી સ્ટેશનમાં જ તેમના લગ્ન કરાવી દે છે. જેમાં સ્ટેશનમાં બનાવેલા મંદિરમાં દેવી-દેવતાઓની સાક્ષીમાં લગ્ન કરાવી દેવામાં આવે છે. આ પ્રકારના લગ્નમાં ન તો સાત ફેરા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp