મેનોપોઝ બાદ સ્ત્રીઓએ સેક્સ કરવું જોઈએ કે નહી?

PC: Flickr.com

મેનોપોઝ બાદ સ્ત્રીઓની સેક્સ લાઈફમાં ઘણા બધા ફેરફાર આવી જાય છે. મેનોપોઝની સ્થિતિમાં સ્ત્રીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મેનોપોઝ પછી સ્ત્રીઓને અનેક પ્રકારના શારીરિક અને માનસિક ફેરફારોમાંથી પસાર થવું પડે છે. મેનોપોઝની અસર સીધી રીતે સેક્સ લાઈફ પર પણ પડે છે. કેટલીક મહિલાઓ મેનોપોઝને સેક્સ લાઈફનો અંત માને છે. પણ કેટલીક સ્ત્રીઓની માન્યતા આનાથી વિપરીત હોય છે. મેનોપોઝ અથવા રજોનિવૃત્તિ બાદ સ્ત્રીઓની સેક્સ લાઈફમાં કેવા પ્રકારના ફેરફાર આવે છે અને તેને લઈને તેમના મનમાં શું ચાલે છે તે જાણવાનો અત્રે પ્રયાસ કરવામાં આવ્યો છે.

મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં અસ્ટ્રોઝનનો ઘટાડો થાય છે. તેના કારણે યોનીમાં બદલાવ આવી જાય છે. અધિકતર મહિલાઓમાં આ ફેરફાર તાત્કાલિક પકડાતા નથી. એક વાત હકીકત છે કે મેનોપોઝ બાદ યોની પહેલા જેવી રહેતી નથી. પરંતુ મેનોપોઝ બાદ સેક્સ કરવાનું ફાયદાકારક હોય છે. કારણ કે આ સમય દરમિયાન રક્તપ્રવાહ ઓછો થઈ જાય છે અને શારીરિક સંબંધ બાંધવાથી યોનીમાં રક્તપ્રવાહ વધી જાય છે અને યોની ફરી તરોતાજા બની જાય છે મતલબ કે સ્વસ્થ થઈ જાય છે.
મેનોપોઝ બાદ યોનીમાં સુક્કાપણું આવી જાય છે. આવું દરેક સ્ત્રી સાથે થાય છે. 

નિષ્ણાતોનું કહેવું છે કે સારા સેક્સ માટે લુબ્રિકેશન અત્યંત જરૂરી હોય છે. જો તમે પહેલેથી જ લુબ્રિકેશનનો ઉપયોગ નહીં કરતા હો તો મેનોપોઝ બાદ સંભોગ દરમિાયન લુબ્રિકેશનનો ઉપયોગ કરવામાં જરા પણ ખંચકાટ રાખતા નહી.

મેનોપોઝ બાદ માત્ર માત્ર શારીરિક ફેરફાર જ નહી પરંતુ માનસિક રીતે પણ ફેરફાર આવી જાય છે. મેનોપોઝ બાદ શરીર અને સેક્સયુઅલિટી પ્રત્યે સ્ત્રીઓની વિચારસરણી બદલાઈ જાય છે. આની અસર તેમના આત્મવિશ્વાસ પર પડે છે. સ્ત્રીઓને કામુક રાખવા થોડું મદહોશ સંગીત સાંભળવું જરૂરી છે.

મેનોપોઝ બાદ આર્ગેઝ્મ(ઉત્તેજના) સુધી પહોંચવા માટે મહેનત કરવી પડે છે. પરંતુ આના કારણે વધુ હેરાન થવાની જરૂર નથી. વધતી ઉંમરના કારણે આવું થવું સ્વભાવિક રહેલું હોય છે.

મેનોપોઝ દરેક સ્ત્રી પર અલગ અલગ રીતે અસર કરે છે. એક તરફ કેટલીક સ્ત્રીઓની કામેચ્છામાં ઘટાડો થાય છે તો બીજી તરફ કેટલીક સ્ત્રીઓમાં તે યથાવત રહે છે. કેટલીકમાં વધી પણ જાય છે. તો કેટલીક સ્ત્રીઓ ઉંમરની સાથે નવા નવા પ્રયોગ કરવાનો અખતરો પણ કરવાનું પસંદ કરે છે.

મેનોપોઝ બાદ સ્ત્રીઓ સંભોગ કરવાની ઈચ્છા રાખે છે પરંતુ તે ફોરપ્લેમાં વધુ સમય વ્યતિત કરવાનું વલણ રાખતી થઈ જાય છે. બન્ને સાથીઓએ સેક્સને ચરમસીમાએ પહોંચાડવા મહેનત કરવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp