શું તમે પણ પાર્ટનર પર થઇ ગયા છો ડિપેન્ડ? તો થઇ જજો સતર્ક

PC: pixabay.com

રિલેશનશિપની શરુઆતમાં કેટલાક લોકો પોતાના પાર્ટનર પર એટલા નિર્ભર થઇ જાય છે કે તે પોતાની જીંદગીના નિર્ણયો પણ પોતે નથી લઇ શકતા. એ સારુ લાગે પરંતુ ધીરે ધીરે તેનાથી ગભરામણ થવા લાગે છે, જેને કોડિપેન્ડેન્ટ રિલેશનશીપ પણ કહેવાય છે. કોડિપેંડેંટ રિલેશનશિપનો શિકાર વ્યક્તિ ઘણીવાર પોતાની કિંમત અને ઓળખ ખોઇ બેસે છે અને પાર્ટનર પર જ ડિપેન્ડ થઇ જાય છે.

વધારે મહિલાઓ રહે છે પાર્ટનર પર નિર્ભર

શોધ મુજબ, પુરુષોની સરખામણીમાં વધારે મહિલાઓ પોતાના પાર્ટનર પર નિર્ભર રહે છે. મહિલાઓ પોતાના પાર્ટનરને ખુશ રાખવાના ચક્કરમાં પોતાની બધી ઇચ્છાઓને મારી દે છે. કેટલીક મહિલાઓ તો પોતાના આત્મસન્માન સાથે જાણે કરાર કરી લેતી હોય છે પરંતુ બદલામાં તેને કઇ નથી મળી શકતુ. જો કે મહિલાઓ આ વાતથી અજાણ હોય છે કે તે કોડિપેન્ડેન્ટ રિલેશનશિપનો શિકાર છે.

કેમ ખતરનાક છે કોડિપેન્ડેન્ટ રિલેશનશિપ

આ રીતના સંબંધમાં પ્રેમ ઓછો અને ઝઘડા, જલન અને ખોટાની સંભાવનાઓ વધારે હોય છે. એવા સંબંધમાં તમે ભલે ગમે એટલા પ્રયત્ન કરી લો પોતાના પાર્ટનરને ખુશ નથી રાખી શકતી. જો તમે પોતાના પાર્ટનર સાથે સંબંઘ પુરો કરવા ઇચ્છો છો તો ઓછામાં ઓછા તેમના પર ડિપેન્ડ રહો.

કોડિપેન્ડેન્ટ શિકાર લોકો થઇ જાય છે નબળા

કોડિપેન્ડેન્ટ કોઇ પણ સંબંધમાં પેદા થઇ શકે છે. કેટલીક શોધમાં ખબર પડી છે કે જે લોકો નાનપણમાં માતા પિતાથી દુર થઇ જાય છે તે તેનો વધારે શિકાર થઇ જાય છે. એવામાં લોકો બીજાના માટે પોતાની ખુશીઓની બલી ચઢાવી દે છે અને બીજા જોડે આશા રાખવાની જગ્યાએ તેમની આદતને અપનાવી લે છે. બીજા પર ડિપેંડ થઇ જવુ તેમની જીંદગીનો ભાગ બની જાય છે.

થઇ શકે છે ડિપ્રેશનનું કારણ

કોડિપેંડેંટ રિલેશનશિપમાં લોકો ઘણીવાર વિચારે છે કે પાર્ટનરનો સાથ નથી તો બધુ બેકાર છે. તેનુ કારણથી તે બીજાથી પણ દૂર દૂર રહે છે અને ફક્ત પાર્ટનરના વિશે વિચારે છે. સાથી સિવાય તેમને બધુ બેકાર લાગે છે અને અજીબ લાગે છે, જેના પગલે ઘણીવાર લોકો ડિપ્રેશનનો શિકાર પણ થઇ જાય છે.

નેગેટિવ રિઝલ્ટ

કોડિપેન્ડેન્ટ રિલેશનશિપનું રિઝલ્ટ એ નિકળે છે કે આપણે પુરી રીતે તૂટી જઇએ છીએ અને પોતાના પાર્ટનરથી દૂર થઇ જઇએ છીએ. તેના સિવાય પ્રોફેશનલ લાઇફમાં પણ ગડબડ થવા લાગે છે. ઘણા લોકો એવી હાલતથી બચવા માટે દવાઓ ખાવા લાગે છે અને તેના ચક્કરમાં તે પોતાની હેલ્થને નુકશાન પહોંચાડી લે છે.

કેવી રીતે મેળવશો કોડિપેંડેંટ રિલેશનશિપથી છુટકારો

થઇ શકે તો કોડિપેન્ડેન્ટ રિલેશનશિપને અવોઇડ કરો. એનાથી તમે ઇમોશનલી ફ્રી, ઇંડિપેંડેંટ અને હેલ્દી લાઇફને ઇન્જોય કરી શકો છો. કોડિપેન્ડેન્ટ રિલેશનશિપમાં જેટલો પ્રયત્ન કરી લો, તમે તમારા પાર્ટનર સાથે સારો સંબંધ નથી બનાવી શકતા કારણકે આવા સંબંધમાં ફક્ત આશાઓ અને ઇચ્છાઓ જ વધે છે. એવામાં સારુ એ જ રહેશે કે તમે આ રીતના સંબંધને છોડીને આગળ વધો.

શેર અને કેર સાથે-સાથે

એક બીજાની ખુશીઓને માન આપો પરંતુ એ ચક્કરમાં પોતાના પર ધ્યાન આપવાનુ ન છોડો. જો તમને કોઇ વાતની કોઇ મુશ્કેલી છે તો પાર્ટનર સાથે વાત કરો. સાથે જ કોડિપેંડેંટ રિલેશનશિપને જેટલુ થઇ શકે શરુમાં જ સુધારવાનો પ્રયત્ન કરો.

ફ્રેન્ડ્સની સાથે વિતાવો સમય

આ રીતના રિલેશનશિપથી નીકળવા માટે પરિવાર અને ફ્રેન્ડસની સાથે સમય પસાર કરો. તેનાથી તમારુ ધ્યાન પાર્ટનરથી હટીને અન્ય વસ્તુઓમાં લાગશે અને તમે સારુ ફિલ કરશો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp