તમે પણ જાણી લો, સુખી લગ્નજીવનની 5 ચાવીઓ

PC: shortpixel.ai

સુખી લગ્ન જીવનની ચાવી યોગ્ય પાર્ટનર શોધવામાં છે. જો તમને પોતાના પાર્ટનર સાથે રહેવું ગમતું હોય તો એ તમારા માટે પરફેક્ટ છે.

રીસર્ચ સાઈકોલોજીસ્ટ અને રીલેશનશિપ એક્સપર્ટ જોન ગોટમેન તેની બુક વોટ મેક્સ લવ લાસ્ટમાં કહે છે કે, વિશ્વાસ અને કમિટમેન્ટ એ સુખી લગ્ન જીવન માટે સૌથી અગત્યના છે.

કોઈપણ પરીણિત તમને કહેશે કે લગ્ન જીવન સુખી રાખવું ખુબ અઘરું છે. માત્ર લાંબા સમય સુધી ડેટ કરવા કરતા આમાં ઘણું વધુ કમિટમેન્ટ આપવું પડે છે. જ્યારે તમે હંમેશાં માટે કોઈને પોતાના જીવનમાં લાવો છો તો તેની સાથે થોડી તુતુ-મેમે પણ થશે જ. લગ્ન જીવન અઘરું હોય તેનો મતલબ એ નથી કે લગ્ન ન કરવા જોઈએ. લગ્ન એ તમારી લાઈફનો સૌથી સુંદર ટાઈમ હોઈ શકે જેમાં ઘણી મીઠી યાદો ભેગી કરી શકાય છે.

લગ્ન એકબીજાને સપોર્ટ આપે છે જે કદાચ એકલા અલગ રહીને નથી મળતો. જોકે બધા મેરેજ સક્સેસફુલ નથી હોતા. લગ્ન ટકાવવા માટે બંનેએ પૂરતી મહેનત કરવી પડે છે. રીલેશનશિપ એક્સપર્ટ કહે છે કે, લગ્ન જીવન ટકાવી રાખવા શું કરવું જોઈએ.

એકબીજાને સ્પેસ આપો

તમારા પાર્ટનર માટે કોઈ સૌથી સારી ગિફ્ટ હોય તો તમને મિસ કરવાનો ચાન્સ છે. હનીમુન પીરિયડ પછી તમને તમારા પાર્ટનર સાથે 24 કલાક સાથે જ રહેવું નથી ગમતું. હંમેશાં એકબીજાની આસપાસ રહેવાથી ગુસ્સો આવે છે અને રીલેશનશિપ બોજારૂપ લાગવા માંડે છે.

બંને પાર્ટનરને પોતાના માટે સમય મળવો જરૂરી છે. માટે તમારા પાર્ટનરને તમને મિસ કરવાનો ચાન્સ આપો. લગ્નજીવન બે જીંદગીને સાથે લાવે છે, બે જીંદગીને એક નથી બનાવતી, તમારા બંનેના કોમન શોખ અને મિત્રો સિવાય તમારા પોતાના પણ શોખ અને મિત્રો હોવા જોઈએ.

સાંભળવામાં સહેલું લાગે છે પણ જ્યારે આપણે સાથી રહીએ ત્યારે ઘણીવાર ન કહેવાની વાતો પણ કહી દઈએ છીએ. માટે એકબીજા સામે દયા અને પ્રેમભાવ રાખવો જરૂરી છે. માટે તમે તમારા પાર્ટનર સાથે સહમત ન પણ હોવ છતાં તેનું વિચારીને પછી કંઈ શાંત મગજે બોલો.

કોમ્પ્રોમાઈઝ

દલીલ કરવી અને એકબીજા સાથે સહમત ન હોવા છતાં જતું કરીને ફરી એકસાથે થવાથી તમારું રીલેશન 10 ગણું વધુ મજબૂત બને છે. પ્રેમ માત્ર કનેક્શનની વાત નથી, પણ સારી રીલેશનશિપ સ્કીલ હોવાની પણ છે અને સૌથી મોટી સ્કીલ એ છે કે તમે એકબીજા સાથે ખુલ્લા મને વાતચીત કરી શકો. નાની-નાની વાતોમાં તમારા પાર્ટનર સાથે નેગોશિયેટ કરશો તો એકબીજાનો ટ્રસ્ટ મેળવશો અને પછી જ્યારે કોઈ મોટી તકલીફ આવે ત્યારે ખુલ્લા મન સાથે એકબીજા સાથે ચર્ચા કરી શકશો.

સાંભળતા શીખો

તમારા પાર્ટનરના મનમાં શું છે તે કહેવાનો મોકો આપો. જો આર્ગ્યુમેન્ટ ક્યાંય ન જઈ રહી હોય તોય બંનેને પોતાની વાત કહેવાનો મોકો મળવો જોઈએ. તમારા પાર્ટનર માટે સ્ટ્રેસફુલ હોઈ એવી વાતો પર ફોકસ કરો, તેમને સાંભળો, તેમની મદદ કરો અને તેમને સપોર્ટ કરો. ઘણીવાર લોકોને પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં પણ કોઈ સાંભળવા વાળું જ જોઈએ છીએ.

કોઈ બોલતું હોય તેમાં પોતાની વાત વચ્ચે નાંખવા બધા તાત્પર હોય છે, પણ તેવું કરવાથી તમે સામેવાળાને સાંભળી નથી શકતા. એકબીજાની વાત કાપીને પોતાનું જસ્ટીફિકેશન આપવું ન જોઈએ. પૂરી વાત સાંભળવાથી જ સાચુ કમ્યુનિકેશન થાય છે.

એકબીજા પ્રત્યે લાગણી રાખો

તમારા પાર્ટનર તમને કંઈ કહેતા હોય તે ન સમજાય તો શાંતિથી પુછો કે મને સમજવામાં મદદ કરશો? કોઈકવાર જરૂર પડે તો માફી પણ માગી લેવી. લાગણીનો મતલબ માફી માગવી, માફ કરવું અને આર્ગ્યુમેન્ટમાંથી સમાધાન શોધવું છે.

સાથે મજા કરો

તમારે એકબીજા સાથે જીંદગીની મજા લેવી હતી માટે જ તમે લગ્ન કર્યા છે તે ન ભુલશો. એકબીજા સાથે મજા કરવાથી રીલેશનશિપ સ્ટ્રોંગ બનશે. સીરિયસ થવાનો પણ ટાઈમ આવે છે અને મજા કરવાનો પણ ટાઈમ આવે છે અને એક મજબૂત લગ્નમાં બંનેનું બેલેન્સ જળવાય છે. ફિઝીકલી ઈન્ટીમેટ રહેવું પણ એક અહમ ભાગ છે. રોમેન્ટિક લાઈફ માટે થોડો સમય ફાળવો. એક હોલીડે કે ડિનર બુક કરો. જે પણ કરો એકબીજા સાથે પહેલા જેવી પળો ફરી જીવવાના પ્રયત્ન કરો.

લગ્નની નાવ હંમેશાં સીધી નથી ચાલતી પણ તમે તેને તરતી રાખી શકો છો. એકબીજા સાથે ખુલ્લા મનથી વાત કરવી અને એકબીજાને સમજવાથી તમે ગમે તે તોફાનમાંથી પાર થઈ શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp