પહેલી વખત સેક્સ કરતા પહેલા રાખો આ વાતોનું ખાસ ધ્યાન

PC: thriveglobal.com

જો તમે પહેલીવાર સેક્સ કરવા જઇ રહ્યા છો અથવા તમે એક્સપર્ટ છો તો એ વાતનો કોઇ ફર્ક નથી પડતો પરંતુ એક વાત જે બધાના માટે કોમન છે તો એ છે કે જ્યારે સેક્સની આવે છે, તો એક જ નિયમ બધા પર લાગુ નથી થતો. ખાસ કરીને પહેલીવાર સેક્સ બધા માટે અલગ અલગ અનુભવ વાળો હોય છે. એ કદાચ તકલીફદાયક હોઇ શકે અથવા આનંદદાયક હોઇ શકે છે અથવા બંન્નેનું મળેલુ રુપ હોઇ શકે છે. જો કે સાચુ તો એ છે કે સેક્સ કરવાની કોઇ ખોટી કે સાચી રીત નથી કારણકે તમે એને કરતા કરતા જ શીખો છો. પરંતુ ફર્સ્ટ ટાઇમ સેક્સ કરવાથી પહેલા તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઇએ.

બ્લીડિંગ અને દુખાવો

પહેલીવાર સેક્સ દરમિયાન દરેક મહિલાને બ્લીડિંગ થાય જ એ જરુરી નથી. જે મહિલાઓના હાઇમનમાં વધારે ટીશૂજ હોય છે તેને બ્લીડિંગ અને દુખાવો હોવાની સંભાવના એ મહિલાઓની સરખામણીમાં વધારે હોય છે જેના હાઇમનમાં ટીશૂજ ઓછા હોય છે. એવામાં બીજી અને ત્રીજીવાર ઓછા થવા લાગે છે. પરંતુ જો તમને દરેક વખતે સેક્સ દરમિયાન બ્લીડિંગ અને દુખાવો થાય છે તો તમારે ગાઇનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઇએ.

એક્ટ પહેલા વોર્મઅપ

હવે તમે વિચારી રહ્યા હશો કે સેક્સ કોઇ ગેમ કે રેસ નથી જેના પહેલા વોર્મઅપ કરવામાં આવે તો વોર્મઅપથી અમારો મતલબ ફોરપ્લેથી છે. જી હા, વધારે લોકોનું ધ્યાન ઇંટરકોર્સ પર રહે છે તે ફોરપ્લેને નજર અંદાજ કરી દેતા હોય છે. આપણી બોડી આ રીતે કામ કરે છે કે ફોરપ્લે આપણને ઉત્તેજના સુધી પહોંચાડી શકે છે અને પછી બોડી પેનિટ્રેશન માટે તૈયાર થઇ જાય છે. અનુસંધાનકરર્તાઓની માનીએ તો ઓર્ગેમ મેળવવા માટે પણ ફોરપ્લેનો ખાસ રોલ હોય છે.

અસ્થાયી ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન

ઘણા બધા પુરુષોની સાથે એવુ થાય છે કે ફર્સ્ટ ટાઇમ સેક્સ દરમિયાન તેમને ઇરેક્શન ફિલ નથી થતુ અને એવુ થવુ બિલકુલ સામાન્ય વાત છે. ફર્સ્ટ ટાઇમ સેક્સ પહેલા તમારા અંદર મેંટલ પ્રેશર થાય છે કે ઘણીવાર તમને ઉત્તેજના ફિલ નથી થતી પરંતુ તેનો એ મતલબ નથી કે તમારુ સેક્સુઅલ લાઇફ પર્ફોમન્સ હંમેશા એવુ જ રહેશે. એવામાં ઉંડા શ્વાસ લો અને રિલેક્શ કરો.

વજાઇના ઇરિટેશન

ફર્સ્ટ ટાઇમ સેક્સ બાદ ઘણી બધી મહિલાઓને વજાઇનામાં ચળ અને જલનની ફરિયાદ થઇ શકે છે. સાચુ માનો તો એ પણ એક સામાન્ય વાત છે. પરંતુ આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે સેક્સ પહેલા અને સેક્સ બાદ ક્લીનિંગ અને હાઇજીનનો ખ્યાલ રાખો. જો એવુ કર્યા બાદ પણ સમસ્યા દૂર નથી થતી તો ડોક્ટરની સલાહ લો.

કારણ વગર ઢોંગ ન કરો

જો સેક્સ દરમિયાન કોઇ વસ્તુ તમને અનકંમ્ફર્ટેબલ લાગી રહી છે તો તેની વાત પાર્ટનર સાથે કરો. તમે બિલકુલ ઠીક છો અને તમને કોઇ ફર્ક નથી પડી રહ્યો, આ વાતનો ઢોંગ ન કરો. જો તમને કોઇ વાત કે કોઇ એક્ટ બરાબર નથી લાગી રહ્યુ તો પાર્ટનર સાથે આ વિશે વાત કરો. જો તમે ઇચ્છો છો કે પાર્ટનર ઓછા પ્રેશરનો ઉપયોગ કરે અથવા ઉતાવળ ન કરો તો એ વાત પાર્ટનરને કહો.

પોર્નને રિપીટ કરવાનો પ્રયત્ન ન કરો

રિયલ સેક્સ, પોર્ન મૂવીમાં દેખાનાર સેક્સથી ઘણુ અલગ હોય છે. જો કે પોર્ન વિડિયોજમાં દેખાનાર સેક્સને રિયલ લાઇફમાં રિપિટ કરવાનો પ્રયત્ન ન કરો. નહીં તો નુકશાન થઇ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp