માણસને પોતાના પાર્ટનર પાસેથી પ્રેમ સિવાય બીજુ શું જોઇએ?
જેફ્રી બર્નસ્ટેઈન એક સાઈકોજીસ્ટ છે, પોતાની 30 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન તેમણે એડલ્ટ્સ, બાળકો, કપલ્સ અને આખા પરીવારનું કાઉન્સિલિંગ કર્યું છે. તે એવું માને છે કોઈપણ રિલેશનશિપ માટે પ્રેમ પુરતો નથી. તેમણે કહ્યું હતું કે, હું મારા બાળકો, પરીવાર અને મારી ફીયાન્સીને પ્રેમ કરું છું. પણ પ્રેમ એકલો પુરતો નથી. હું એવા ઘણા કપ્લસને ઓળખું છું જે ડીવોર્સ ઈચ્છે છે. તે એકબીજાને હજી એટલો જ પ્રેમ કરે છે છતાં ક્યારેય એકબીજાને સમજી ન શક્યા.
સાઈકોલોજીસ્ટ સમજાવે છે કે રિલેશનશિપમાં પ્રેમ સિવાય બીજું શું જરૂરી છે. ડૉક્ટર બર્નસ્ટાઈન માને છે કે રિલેશનશિપમાં પ્રેમ કરતા વધુ જરૂર એકબીજાને સમજવાની હોય છે. એક પેરેન્ટ ચાઈલ્ડના ઉદાહરણ દ્વારા આ વાત સમજાવે છે.
સમજણ વિનાનો પ્રેમ નકામો
અમુક પેરેન્ટ્સ પોતાના બાળકોને ક્યારેય સમજી જ નથી શકતા. વળી અમુક બાળકો પણ પોતાના પેરેન્ટ્સને ક્યારેય સમજી નથી શકતા. આપણને જે સમજાતું ન હોય તે આપણને ગમશે પણ નહીં.
સમજ્યા વગરનો પ્રેમ હેલ્ધી નથી હોતો. બાળકને તેના પેરેન્ટ્સ તેને સમજી નથી શકતા તે તેને જરાય નથી પસંદ. પણ પરીસ્થિતિ હાથમાંથી નીકળી જાય છે, જ્યારે બાળક પણ તેના પેરેન્ટ્સને નથી સમજતો. વળી તે પોતાના માતા-પિતાને પ્રેમ કરતો હોત તો પણ કંઈ ફરક પડે? સેમ આવું કપલ્સમાં પણ થઈ શકે છે.
સમજણથી એમ્પથી સુધી
જે કપલ્સ એકબીજા સાથે એડજસ્ટ થઈ ગયા હોય તે સમય સમયે પોતાના પાર્ટનરની જરૂરીયાતો જાણી લે છે. જે લોકો ડીવોર્સ માટે જાય છે તે કપલ્સ એકબીજાને સમજી જ નથી શક્તા.
રોમેન્ટિક રિલેશનશિપમાં એકબીજાને સમજવું ખુબ મહત્ત્વનું છે. ઘણા છુટા પડેલા લોકો એમ કહે છે કે અંતે અમે છુટા પડી ગયા. પણ અસલમાં શું થાય છે કે તેમના પ્રેમ પર વધુ આધાર રાખે છે અને સમજણ પર નહીં માટે મુશ્કેલ સમય સાથે પસાર નથી કરી શકતા. પ્રેમ હોય પણ સમજણ ન હોય તો તે વાત ડીવોર્સ સુધી પહોંચી શકે છે. હું તને પ્રેમ કરું છું માંથી હું તને પ્રેમ હવે નથી કરતો તેના પર વાત આવી જાય છે.
ઈગોને કાબુમાં રાખવો
હું જ સાચો અને હું જ સુપીરીયર એટલે ઈગો. ઈગો વાતચીત બંધ કરાવે છે, એકબીજાને સમજવાથી રોકે છે અને રિલેશનશિપ તોડે છે. રિલેશનશિપમાં ઈગો માટે કોઈ જગ્યા નથી હોતી.
આપણે જેને પ્રેમ કરીએ છીએ અને જેના માટે કેર કરીએ છીએ તેને આપણે ઈગો સમજવા નથી દેતું. આપણે જ સાચા છીએ તેવું ફીલ કરવા માટે આપણે બીજાની નજરમાં ખોટા બનીએ છીએ. ઈગો એક બાળપણ કહેવાય છતાં આપણા બધાની અંદર હોય છે.
રિલેશનશિપ હોય કે બાળકોનો ઉછેર, પ્રેમ કરતા સમજવું વધુ જરૂરી છે. આપણામાંથી ઘણા લોકો આની સાથે સહમત નહીં હોય પણ આપણા સમજવા કે ન સમજવાથી રિલેશનશિપમાં ઘણો ડીફરન્સ આવે છે. સમજવાથી આપણું રિલેશનશિપ વધુ સુખી બને છે. માટે પહેલા પોતાને સમજો અને પછી બીજાને સમજાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp