'વહુ ગુટખા ખાઈને ઘરમાં ગમે ત્યાં થૂંકે છે' સાસુ પહોંચી પોલીસ સ્ટેશન, પછી....
ઉત્તર પ્રદેશના આગરામાં વહુની હરકતોથી પરેશાન સાસુએ પોલીસની મદદ માગી. સાસુએ તેની વહુની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી. સાસુનો આરોપ છે કે, વહુ સૌ કોઈને ‘યાર’ કહીને બોલાવે છે અને વાત કરે છે. ગુટખા ખાઇને ઘરમાં દરેક જગ્યાએ થૂકે છે. સાસ-વહુ વચ્ચેના ઝઘડાનો આ કેસ સુનાવણી માટે ફેમિલિ કોર્ટ પહોંચ્યો. પોલીસ અને કાઉન્સેલરે સાસુ અને વહુની વાત સાંભળી. સાસુ ગુટખાના ખાલી પેકેટ લઇને કોર્ટ પહોંચી હતી.
સાસુએ પોલીસને જણાવ્યું કે, તેના દીકરાના લગ્ન લગભગ 5 મહિના પહેલા થયા છે. વહુ સાસરે આવ્યા પછી સૌ કોઈને વાતચીત દરમિયાન યાર કહીને સંબોધિત કરે છે. દરેક સમયે ગુટખા ખાય છે. ગુટખાની પીચકારીના નિશાન ઘરના દરેક હિસ્સામાં છે. સાસુએ પોલીસની મદદ માગી કે તે એમની નવી વહુને સમજાવે. વહુની ગુટખા ખાવાની અને સૌ કોઇને યાર કહીને વાત કરવાની આદત છોડાવે.
આ મામલે જ્યારે પોલીસ અને કાઉન્સેલરે વહુ જોડે વાત કરી તો તેણે પોતાની ભૂલ સ્વીકારી. તેણે કહ્યું કે તે હવે કોઇને યાર કહીને બોલાવશે નહીં. પોતાની આદત સુધારશે. પણ વાત જ્યારે ગુટખા છોડવાની આવી તો વહુએ કહ્યું કે, તે કોઇપણ કિંમતે ગુટખા ખાવાનું છોડશે નહીં. વહુએ એવું કહ્યું કે તે ગુટખા ખાઇને ઘરમાં ગમે ત્યાં થૂકશે નહીં.
ગુટખાની પીક સિંકમાં મારી દે છે
લગ્ન પછી ખબર પડી કે તે ગુટખા ખાય છે. લગ્ન પછી તેમના રૂમમાં દરેક ખૂણામાં ગુટખાની પીક દેખાવા લાગી. ટોકવા પર તે રસોડાની સિંકમાં જઇને પીક મારવા લાગી. સાસુએ જણાવ્યું કે, વહુ તેને સન્માનથી બોલાવતી નથી. દરેક વાતમાં તેને યાર કહીને બોલાવે છે. ગુટખા ખાવા પર તેને ટોકે તો બોલે છે, જાને ભી દો યાર. ઘણીવાર બહારવાળા લોકોની સામે આ રીતે વાત કરે છે. આ પરિસ્થિતિઓમાં તે વહુને ઘરે ન રાખી શકે. તે ગુટખા ખાવાનું અને સાસુને યાર કહેવાનું છોડે તો જ વાત બનશે. તો વહુનું કહેવું છે કે, તે પોતાની માતાને પણ આવું કહીને જ બોલાવે છે.
બંને પક્ષોને સાંભળ્યા પછી કાઉન્સેલરે સાસુ અને વહુને તારીખ આપી દીધી છે. હાલમાં બંને પક્ષોને પોતપોતાના ઘરે જવાનું કહી દેવામાં આવ્યું છે. સાસુ વહુની ગુટખા ખાવાની આદત છોડાવવા માગે છે. વહુ તેની જિદ પર અડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp