26th January selfie contest

પરીણિત પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને દોરડા વડે બાંધી સાસરિયાઓએ કર્યું મુંડન

PC: youtube.com

ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે છે કે, પ્રેમિકાને અથવા તો પરિણીતાને મળવા પહોંચેલો પ્રેમી પ્રેમિકાના પરીવારના અથવા તો ગામ લોકોના હાથે પકડાય છે, તો ગામના લોકો પ્રેમીનું જાહેરમાં મુંડન કરીને પ્રેમીને પાઠ ભણાવતા હોય છે. ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. યુવક પરિણીતાને મળવા તેના ગામ પહોંચ્યો ત્યારે પરિણીતાના સાસરિયાઓએ પ્રેમીને પકડીને તેનું ગામ વચ્ચે મુંડન કર્યું હતું.

એક રીપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જે વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક યુવકને કેટલાક લોકોએ દોરડા વડે બાંધીને તેનું બ્લેડ વડે મુંડન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો પાલનપુરના લાખણી તાલુકાના જડીયાળી ગામનો હોવાનું જાણવા મળ્યું છે અને ગામ લોકો જે યુવકનું મુંડન કરી રહ્યા છે, તે યુવક થરાદના ઘોડાસરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

ઘોડાસરનો યુવક જ્યારે જડીયાળી ગામમાં પરિણીત પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો હતો, ત્યારે પરિણીતાના સાસરિયાઓ અને ગામ લોકોએ યુવકને ઝડપી લીધો હતો અને તેને દોરડા વડે બાંધી દીધો હતો. ત્યારબાદ યુવકને ઠપકો આપતા આપતા રોષે ભરાયેલા ગામ લોકોએ અને સાસરિયાઓએ ઘોડાસરના યુવકનું જાહેરમાં મુંડન કર્યું હતું અને યુવકને પાઠ ભણાવવા તેનું મુંડન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp