પત્ની હોય તો આવી! ઘરથી લઈને મેદાન સુધી KL રાહુલને આથિયા આ રીતે પ્રેમ આપે છે

PC: hindi.crictoday.com

IPL 2024ની 34મી મેચ લખનઉ સુપરજાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. લખનઉનો કેપ્ટન KL રાહુલ આ મેચ માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. અથિયા શેટ્ટી પણ તેના પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈકાના મેદાન પર જોવા મળી હતી. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 34મી મેચ લખનઉ સુપરજાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. લખનઉનો કેપ્ટન KL રાહુલ આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યો છે. મેચ પહેલા રાહુલ પ્રેક્ટિસ સેશનમાં સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની પત્ની આથિયા શેટ્ટી પણ ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળી હતી. KL રાહુલના પ્રેક્ટિસ દરમિયાન લેવાયેલ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં KL રાહુલ પ્રેક્ટિસ પતી ગયા પછી પાણી પી રહ્યો છે. અને તેની પત્ની આથિયા તેની પાસે ઊભી રહીને વાત કરી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, KL રાહુલે એક દિવસ પહેલા 18 એપ્રિલે જ પોતાનો 32મો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો. પતિના જન્મદિવસના અવસર પર આથિયાએ સોશિયલ મીડિયા પર એક રોમેન્ટિક ફોટો શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ક્રિકેટના મેદાન પર હોય કે બહાર, અથિયા હંમેશા તેના સમર્થનમાં રહેતી હોય છે. IPL પહેલા KL રાહુલ અને આથિયા રજાઓ ગાળવા ભારતની બહાર ગયા હતા.

લખનઉ સુપરજાયન્ટ્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે, પરંતુ ટીમ માત્ર ત્રણ મેચ જીતવામાં સફળ રહી છે. તેને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં લખનઉ માટે આ સિઝન સરેરાશ રહી છે. પોઈન્ટ ટેબલમાં લખનઉની ટીમ 6 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

આ સિઝનની સાતમી મેચમાં લખનઉનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. CSK ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેની છેલ્લી મેચમાં તેણે મુંબઈને ઘરઆંગણે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં, ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં KL રાહુલ માટે પડકારો ખૂબ મુશ્કેલ છે. પોતાના હોમગ્રાઉન્ડ ઈકાનામાં લખનઉની ટીમ કોઈપણ કિંમતે આ મેચ જીતવા માંગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp