બર્થ ડે સેલિબ્રેટ કરવા દુબઈ ન લઇ જતા પત્નીએ પતિને મુક્કો માર્યો, મોત
મહારાષ્ટ્રના પુણેમાં એક મહિલાએ પોતાના પતિના મોઢા પર કથિત પણે મુક્કો મારી દીધો. જેને લીધે પતિનું મોત થઇ ગયું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મહિલા પોતાના જન્મદિવસ પર દુબઈ ન લઇ જવા પર પતિ નિખિલ ખન્નાથી નારાજ હતી. પોલીસે કહ્યું કે, આ ઘટના શુક્રવારે બપોરે વાનવડી વિસ્તારમાં બની. પોલીસ અનુસાર, નિખિલ ખન્ના રિયલ એસ્ટેટ ડેવલપર હતો. વાનવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતકની પત્ની રેણુકા(36)નો 18 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હતો. જેની ઉજવણી રેણુકા દુબઈમાં કરવા માગતી હતી, પણ તેના પતિ નિખિલે તેની આ માગ પૂરી કરી નહીં.
તેમણે કહ્યું કે, આ ઉપરાંત 5 નવેમ્બરના રોજ તેમના લગ્નની એનિવર્સરી પણ હતી. જેથી રેણુકા પતિ પાસેથી સારા ગિફ્ટની આશા રાખીને બેસી હતી. આ ઉપરાંત રેણુકા એટલા માટે પણ પરેશાન હતી કારણ કે તે પોતાના સંબંધીના જન્મદિવસ માટે દિલ્હી જવા માગતી હતી. પણ પતિએ તેની આ માગ પણ પૂરી કરી નહીં. આ વાતોને લઇ શુક્રવારે દંપતિમાં તીખો વિવાદ થયો.
અધિકારીએ જણાવ્યું કે, ગુસ્સામાં આવીને મહિલાએ પતિના નાક પર મુક્કો મારી દીધો. જેને કારણે ઘણું લોહી વહી ગયું અને પતિ બેભાન થઇ ગયો. તેમણે જણાવ્યું કે, પાડોશીઓ દ્વારા સૂચના મળવા પર પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી અને ખન્નાને હોસ્પિટલ લઈ ગઇ. જ્યાં નિખિલ ખન્નાને મૃત જાહેર કરવામાં આવ્યો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એની પણ તપાસ કરવામાં આવી રહી છે કે મહિલાએ કોઇ અન્ય વસ્તુથી તો હુમલો નથી કર્યો. પોલીસે કહ્યું કે, પોસ્ટમોર્ટમ પછી મોતની પાછળનું ખરું કારણ બહાર આવશે. પોલીસે મહિલાને કસ્ટડીમાં લઈ લીધી છે. પોલીસે મહિલા સામે IPCની ધારા 302(હત્યા) હેઠળ કેસ દાખલ કરી દીધો છે.
દંપતિ વચ્ચે મતભેદને લઈ ઝઘડાના ઘણાં મામલા સામે આવતા રહેતા હોય છે. પણ આ રીતે નજીવા કારણને લઈ થયેલો વિવાદ મોતમાં પરિણમે છે, એવો આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુસ્સો વ્યક્તિ પાસે શું કરાવી દે છે તેનું આ જીવંત ઉદાહરણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp