26th January selfie contest

પતિએ આપ્યા ટ્રીપલ તલાક તો પત્નીએ હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે બીજા લગ્ન કરી લીધા

PC: livelaw.in

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મામલો સામે આવ્યો છે, જ્યાં તીન તલાક પીડિત એક યુવતીએ પોતાની જિંદગી આગળ વધારવાનો નિર્ણય કરીને બીજા લગ્ન કરી લીધાં હતા. તેને મંદિરમાં હિન્દુ રિવાજો મુજબ હિન્દુ યુવક સાથે લગ્ન કરીને પોતાની જિંદગી આગળ વધારી છે, પરંતુ લગ્ન બાદ હવે તેને પહેલો પતિ ધમકી આપી રહ્યો છે. મહિલાના બીજા પતિએ પોલીસને ફરિયાદ કરી છે અને સુરક્ષાની માગ કરી છે.

પીલીભીત શહેરના દેશનગર મોહલ્લામાં રહેતા મોહમ્મલ ઇસ્લામની દીકરી રેશમાના લગ્ન ત્રણ વર્ષ પહેલા કાંશીરામ કોલોનીમાં રહેતા મોહમ્મદ રઇસ સાથે થયાં હતા. લગ્નના થોડા દિવસ બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાં શરૂ થયાં હતા. ત્યારબાદ રઇસે રેશમાને મારવાની શરૂઆત કરી હતી. પતિ-પત્ની વચ્ચે આ પ્રકારના ઝઘડા રોજ થવા લાગ્યા હતા. અંતે રઇસે રેશમાને 5 એપ્રિલ 2019ના રોજ તીન તલાક આપી દીધાં હતા.

આ દરમિયાન રેશમાની મુલાકાત દીપક રાઠોડ સાથે થઇ, બંનેએ મળવાનું શરૂ કર્યું અને જોતજોતામાં પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન પણ કરી લીધાં. રેશમાએ હિન્દુ ધર્મ પણ અપનાવીને પોતાનું નામ રાણી રાખી લીધું હતું. લગ્ન કરતા જ રેશમાના પહેલા પતિએ તેના બીજા પતિ દીપકને ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી.

રેશમાના પહેલા પતિને જ્યારે તેના બીજા લગ્નની ખબર પડી તો તેને તરત દીપકને ધમકી આપવાની શરૂઆત કરતા દીપકે પોલીસમાં રઇસના નામની ફરિયાદ દાખલ કરી હતી અને સુરક્ષાની માગ કરી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp