સ્ત્રીઓ પોતાના પ્રેમને આ 6 કારણોસર છોડે છે
પ્રેમમાં કોઈ જજમેન્ટ, એજેન્ડા કે પક્ષપાત નથી હોતો. પ્રેમની કોઈ પરિભાષા નથી. તેની કોઈ સીમા પણ નથી હોતી. રિલેશનશિપમાં મહેનત હોય છે પણ જાણે તમે કોઈ મ્યુઝિક પર ડાંસ કરો છો તેવું લાગે છે. પણ જ્યારે ઈઝી ડાંસ ન થઈ શકે ત્યારે રિલેશનશિપ તૂટે છે. સ્ત્રીઓ જે પુરુષને પ્રેમ કરે છે તેને આ કારણોસર છોડે છે
તેઓ એકલતા અનુભવે છે
સ્ત્રીને પોતાની કિંમતનો અનુભવ થવો જોઈએ. જો તેનો પુરુષ તેને સપોર્ટ કરવા માટે હાજર ન હોય તો તેવી રિલેશનશિપનો કોઈ મતલબ નથી હોતો. જ્યારે સ્ત્રી રિલેશનશિપમાં હોય ત્યારે તેનો પુરુષ તેના માટે બધુંજ છે તેવું તે માને છે. જ્યારે પુરુષ કંફર્ટેબલ થઈ જાય તેયારે તે આસાનીથી ડીટેચ થઈ જાય છે. કોઈકવાર એવી રિલેશનશિપમાં રહેવું જ્યારે તમે કોઈની સાથે રહીને પણ એકલતાનો અનુભવ કરો તે રિલેશનશિપ દુખ આપે છે. જ્યારે પ્રેમ અને અટેન્શન સામે ન મળે ત્યારે તેમને સમજાય છે કે આ રિલેશનશિપમાં રહેવાનો કોઈ મતલબ નથી.
તેમની ગણના નથી થતી
જ્યારે સ્ત્રી બોલતી હોય ત્યારે તેની સામે બેસીને મન બીજે ક્યાંક રાખવું તેનાથી વધુ અપમાનજનક કંઇ ન હોઈ શકે. સ્ત્રીને તેઓ સમજે છે, પ્રેમ કરે છે અને માન આપે છે તેવું તેને લાગવું જોઈએ. જ્યારે તેના પ્રેમ સાથે સ્ત્રી કંઇક વાત કરે છે ત્યારે તેને તેના પાર્ટનર સાથે કંઇક કનેક્શન બનાવવું હોય છે. તે તમારું બધુંજ કામ કરશે અને વધુ કરશે જો તમે તના કામને પણ માન આપશો તો. તેની કોઈ કદર નથી તેવું ફીલ થવા ન દેશો.
તે હવે સેક્સી નથી રહી તેવું વિચારે છે
પુરુષને જ્યારે સેક્સ જોઈએ ત્યારે તેઓ તરત તૈયાર થઈ જાય છે. સ્ત્રીઓને ઈન્ટીમસી, ફોરપ્લે અને તેમના પુરુષની જરૂરિયાત છે તેવુ ફીલ કરે છે. સ્ત્રીઓ રોમાંસ માટે ઝંખે છે. સ્ત્રીઓને તેના પુરુષની રાણી જેવું ફીલ કરવું હોય છે માટે જો પુરુષ માત્ર તેમની જરૂર પૂરી કરે તો સ્ત્રીને કોઈ રસ રહેતો નથી. માટે તેને જો એમ લાગે કે તેના પુરુષને હવે તેની જરૂર નથી કે તેની સ્પેશિયલ ફીલ નથી કરાવી શક્તા તો તે આગળ વધવા માટે તૈયાર થઈ જાય છે.
લાઈફમાં કોઈ મોટો બદલાવ આવે ત્યારે
મોટા ભાગની સ્ત્રીઓને માટી કાર કે નવા કપડાની જરૂર નથી હોતી. તેમના પુરુષ માટે તેઓ સેક્સી છે તેવું ફીલ કરવા માગે છે. મેનોપોઝ વખતે પહેલા જેવું ફીલ કરતી તેવું ફીલ નથી કરી શકતી. જીવન બદલાઈ જાય છે, છોકરાઓ બીજે ભણવા જાય છે, પેરેન્ટ્સને ફુલ ટાઈમ ધ્યાન આપવું પડે છે કે પછી કોઈ પૈસાની તંગી હોય. જે સ્ત્રીઓ કેન્સર જેવી બીમારીઓથી પીડાતી હોય તેમને પણ રીસેટનું બટન દબાવવું પડે છે અને તેમના પ્રેમને ગુડબાય કહી દે છે. સ્ત્રીઓને ખબર પડવી જોઈએ કે આ બધા બદલાવોમાં પુરુષ તેમની સાથે જ છે. જ્યારે તેને સપોર્ટ ન મળે ત્યારે તે તેના પ્રેમને છોડીને આગળ વધી જાય છે.
સ્ત્રીઓને પ્રિડિક્ટેબલ વ્યક્તિઓ નથી ગમતા
પુરુષો કંફર્ટેબલ રુટીનમાં પડી જાય છે. જેમ જેમ મોટા થાય તેમ તેમ તેમનાથી અલગ કંઇ નવું ટ્રાય કરવા નથી ઈચ્છતા. માટે અમુક પુરુષો મિડલાઈફ ક્રાઈસિસ અનુભવે છે. પણ સ્ત્રીઓ અને નવીનતા જોઈએ છે. તેમની કોઈ ઈજ્જત છે તેવું ફીલ કરવા માગે છે. એક નાનો કપ કોફીનો મગ પણ તેમને ખુશ કરી દે છે. સ્ત્રીઓ માટે પુરુષ કોઈ ફીક્સ વસ્તુ નથી પણ એક કમ્પેનિયન છે.
તેમનો પુરુષ ફિઝિકલી તેમની સાથે નથી
સ્ત્રીઓ ઘણું સહન કરે છે પણ તેમનો પુરૂષ વધુ બહારની દુનિયામાં રહે છે તે તેનાથી સહન નથી થતું. આજકાલના જમાનામાં સ્ત્રીઓને તેમનું ધ્યાન રાખવા વાળા પુરુષની જરૂર નથી હોતી. તેને એવું કોઈ જોઈએ છે જે તેની સાથે કામ કરીને તેને અપ્રીશીયેટ કરે. જ્યારે પુરુષ તેના સિવાય બીજે બધે વધુ ટાઈમ સ્પેન્ડ કરે ત્યારે તે તેને છોડી દે છે. તેને લાઈમ લાગી શકે છે પણ તે જેટલું ખેંચશે એટલું વધું ખરાબ થશે. જ્યારે સ્પીરીચુઅલી કે ઈન્ટલેક્ચુઅલી નથી મળતું ત્યારે તેને ખબર પડી જાય છે અને તે એકલી રહેવાનું પસંદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp