સમસ્ત બ્રહ્માંડના યોગ - મૅનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ

13 Aug, 2017
06:31 AM
PC: rajbgm.com

સંવત 2073 શ્રાવણ વદ આઠમ મંગળવાર કૃતિકા પરં રોહિણી નક્ષત્ર વૃદ્ધિ પરં ધ્રુવ યોગ અને વૃષભ રાશિના એટલે કે ઉચ્ચ રાશિના ચંદ્રમામાં ભગવાન શ્રીકૃષ્ણની હેપ્પી બર્થ ડે એટલે કે જન્માષ્ટમીનો ઉત્સવ આ વર્ષે ધામધૂમથી ઊજવવામાં આવશે. આમ તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે રોહિણી નક્ષત્ર હોય છે. પણ આ વર્ષે રોહિણી નક્ષત્ર રાત્રે 2 કલાક 31 મિનિટ પછી શરૂ થશે.

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણને રાક્ષસોના વિધ્વંસ માટે જન જનના કલ્યાણ માટે વિશેષ પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગૌ પૂજન અને ગૌ ના દૂધ, દહીંના સેવનને વિશેષ મહત્ત્વ દર્શાવ્યું. પંચામૃતમાં પણ દૂધ, દહીંનું વિશેષ મહત્ત્વ છે.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કૃષ્ણ પક્ષ એટલે કે અંધારાંમાં થયો પણ સમસ્ત જગતને અંધકારમાંથી પ્રકાશમય બનાવવાનો સંકલ્પ પ્રેરણાદાયી છે.

જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ શિક્ષક, માર્ગદર્શક, ફિલોસોફર અને આત્મીય સર્વોચ્ચ શક્તિ જેવી વિવિધ ભૂમિકા ભજવી અને વિષ્ણુના અવતાર સ્વરૂપે વાંસળી, માથા પર મોરના પીંછા સાથે ભગવાન શ્રી કૃષ્ણ સાઉન્ડ પાવર અને પ્રાણીમાત્રના જીવનમાં કલરનું મહત્ત્વ દર્શાવે છે. આ દિવસે ભક્તિમય ગીતો સાથે દહીં, હાંડી, રાસલીલા સાથે જન્માષ્ટમીનો ઉત્સવ ઊજવવામાં આવે છે.

ઘણા લોકો જન્માષ્ટમીનો ઉત્સવ 14 ઓગસ્ટ સોમવારના રોજ પણ ઊજવશે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે એક ચમત્કાર થયો કે જેલના દરવાજા આપોઆપ ખૂલી ગયા. રક્ષકો સૂઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણના પિતાશ્રી વાસુદેવ કૃષ્ણને નાના ટોપલામાં લઈને મોટા મહાસાગરમાંથી પસાર થઈને ગોકુલ ખાતે મિત્ર નંદને ત્યાં લઈ આવ્યા એટલે જ કહેવામાં આવે છે "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી."
વાસુવેદ પોતાના પુત્રને યશોદા અને નંદ બાબાને ઘરે મૂકીને એમની દીકરીને લઈને પાછાં જેલ આવ્યા. તરત જ દરવાજા બંધ થઈ ગયા અને જ્યારે કંસે એ દીકરીને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ દીકરી આકાશમાં ઉડાન ભરીને એમને ચેતવણી આપી કે તમને મૃત્યુલોકમાં મોકલનાર સલામત છે. તમારૂ આયુષ્ય પૂર્ણ થતા તમારૂ મૃત્યુ છે જ.

શ્રી કૃષ્ણ જંયતી અને ઉપવાસ

ભગવાન શ્રી કૃષ્ણ જેવા પુત્ર ઇચ્છનારા દામ્પત્યજીવનમાં રાધાકૃષ્ણ જેવો અખંડ પ્રેમ મળે તે માટે બધા જ સ્ત્રી, પુરુષો, બાળકો જન્માષ્ટમીને દિવસે ઉપવાસ રાખી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પછી ઉપવાસ પૂર્ણ કરે છે અથવા બીજા દિવસે સવારે ઉપવાસ છોડે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને મધ્યરાત્રિએ જન્મ આપ્યા પછી રંગીન ઝૂલામાં ઝૂલાવામાં આવે છે. મથુરા અને દ્વારકામાં પણ ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવ મનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગોવિંદા આલા રે આલા ગીત થાય છે. વૃદાંવનમાં વાંકે બિહારીનું મંદિર છે ત્યાં જોરદાર લાઇટીંગ કરવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની વિશાલ કૃતિઓ સજાવીને જન્મદિવસ ઊજવે છે.
જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ વધુમાં જણાવ્યું કે શ્રીમદ ભગવત ગીતામાં લખ્યું છે કે માનસિક શંકાઓ જ્ઞાન દ્વારા, ધ્યાન યોગ દ્વારા દૂર કરી શાંતિ મેળવી શકાય. આનંદ મેળવી શકાય તે શક્તિનું મનોબળનું સર્જન ભગવાન શ્રી કૃષ્ણની પૂજા, આરાધનાથી, એમનું ધ્યાન કરવાથી મળે છે.

સ્વાસ્થ્ય, સુંદરતા, વ્યવસાય, સમૃદ્ધિ અને નૈતિક મૂલ્યોથી જીવનને સમૃદ્ધ બનાવવું હોય તો ભગવાન શ્રીકૃષ્ણની કુંડલીના ગ્રહો પ્રમાણે યોગ અને મૅનેજમેન્ટમાં એક્ષ્પર્ટ બનીએ

ભગવાન શ્રીકૃષ્ણ એટલે બુદ્ધિમત્તા ચાતુર્યતા, યુદ્ધનીતિ, આકર્ષણ, પ્રેમભાવ, ગુરુત્વ, યોગ, કર્મની દૃષ્ટિએ અદ્વિતીય છે. ભગવાન શ્રીકૃષ્ણની કુંડળીના ગ્રહોનું સંશોધનાત્મક રીતે અભ્યાસ કરીએ તો ખરેખર એમની કુંડળીમાં યોગ અને મૅનેજમેન્ટની દૃષ્ટિએ અસાધારણ યોગો બને છે એટલે જ ભગવાન શ્રીકૃષ્ણને સમસ્ત બ્રહ્માંડના યોગ -મૅનેજમેન્ટ ગુરુ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનના પ્રસંગોનું ગીતા આધાર પર સ્પષ્ટીકરણ કરવામાં આવે તો આજના કોર્પોરેટ ક્ષેત્ર તેમજ મૅનેજમેન્ટની દૃષ્ટિએ કર્મ યોગ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. અમારા વ્યવહારથી હંમેશા અમને તેમજ બીજાને લાભ જ થવો જોઇએ. ક્યારેય બીજાને નુકસાન ન થવું જોઇએ. એ સૂત્ર ખૂબ જ મહત્ત્વનું છે. એમના સૂત્ર અપનાવવાથી કંપનીને, સમાજને પૂર્ણ લાભ થાય છે. રાજનીતિના ક્ષેત્રમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના ગ્રહો ખૂબ જ મહત્ત્વનો છે.

ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળીના ગ્રહયોગ આ પ્રમાણે છે

આપ જોઇ રહ્યા છે. કુંડળીમાં ચોથા સ્થાનમાં સ્વગૃહી સૂર્ય પરિવાર સમાજ અને દેશની રક્ષા માટે બધું જ કરી છૂટવાની ઇચ્છા દર્શાવે છે. જ્યારે પાંચમાં સ્થાનમાં ઉચ્ચ રાશિનો બુધ બુદ્ધિ ચાતુર્યતાથી દરેક કામમાં સફળતા મેળવવી તેમજ સંકલ્પ શક્તિ વધારવા માટે સૂર્ય બુધ મહત્ત્વના ભાગ ભજવી રહ્યા છે. કંપની અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે, કોઇપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમય સર યોગ્ય નિર્ણયો લેવા માટે લાભ સ્થાનમાં સ્વગૃહી ગુરુ લાભદાયી છે. શારીરિક શક્તિ અને ક્ષમતાની દૃષ્ટિએ વિચાર કરીએ તો ઉચ્ચ રાશિનો મંગળ ભાગ્ય સ્થાનમાં પરાક્રમી, પુરુષાર્થવાદી બનાવે છે. હંમેશા શક્તિશાળી રહેવા માટે યોગના સિદ્ધાંતો માટે મંગળ અને ગુરુ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. ચંચળતાની દૃષ્ટિએ ઉચ્ચ રાશિનો ચંદ્ર કેતુ સાથે પહેલાં સ્થાનમાં શ્રેષ્ઠ યોગ બનાવી રહ્યો છે. પ્રભાવ આકર્ષણ માટે સ્વગૃહી શુક્ર ઉચ્ચ રાશિના શનિ સાથે છઠ્ઠાં સ્થાનમાં છે. આ બધા જ પ્રબળ રાજયોગમાં ભગવાન શ્રીકૃષ્ણનું જન્મ થયું. ચંદ્ર રાહુના ગ્રહણ યોગ તેમજ ચોથા સ્થાનમાં સ્થિત સૂર્ય પર મંગળના કારણે માતા-પિતાને કષ્ટ સહન કરવું પડયું પણ અંતે ગ્રહોના પ્રભાવે રાજ્યને, દેશને કર્મની થિયરી ભગવાને આપી. રાજકારણ હોય, પારિવારિક જીવન હોય, મિત્રો કે સખા હોય, પત્ની કે માતા પિતા સાથે કઈ રીતે વર્તવું તે એમના જીવનથી, જીવનની લીલાથી શિખી શકાય.

16,000 રાણીઓ પર ભગવાન શ્રીકૃષ્ણનો પ્રભાવ

આજે કળિયુગમાં માનસિક ચંચળતા હદ વટાવી ગઈ છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ 16,000 રાણીઓ પર પ્રભુત્વ, અંકુશ કંઈ રીતે રાખ્યો તે ખરેખર શીખવા જેવું છે. ભગવાનના ચરિત્ર, ગુરુ ચરિત્રથી સદ્ગુણો પ્રાપ્ત કરી મનુષ્ય પોતાના જીવનને સફળ બનાવી શકે. 16,000 રાણીઓ બાબતે નકારાત્મક વિચારો કળિયુગમાં બધાને આવે છે પણ ખરેખર 16,000 રાણીઓનો અર્થ શરીરની 72,000 નાડીઓ માંથી મુખ્ય 16,000 નાડીઓ પર પ્રભુત્વ મેળવી લેવામાં આવે તો બાકીની નાડીઓ સ્વતઃ કહ્યામાં રહેતી હોય છે. વ્યક્તિ શક્તિશાળી બની. ચંચળતા પર પ્રભુત્વ મેળવી શકે. એ રીતે યોગ વિઘા દ્વારા સ્વસ્થ, સંપન્ન, શક્તિશાળી, બુદ્ધિશાળી બની સમૃદ્ધિમય જીવન બનાવી શકાય.

ભગવાન શ્રીકૃષ્ણથી સૌંદર્યનું મહત્ત્વ સમજીએ

ભગવાન શ્રીકૃષ્ણનીની જન્મકુંડળીમાં ચંદ્ર ઉચ્ચરાશિમાં, શુક્ર સ્વગૃહી, મંગળ શુક્રનો કેન્દ્રયોગ હંમેશા સુંદર રહેવાનું સંકેત આપે છે. સુંદર રહેવા માટે બાહ્ય અને આંતરિક સ્વસ્થતા જરૂરી છે. ઘરના વડીલ હોય, કંપનીના માલિક હોય કે સફળ મૅનેજર પોતાનું સ્વરૂપ મનની શુદ્ધતા અને સમૃદ્ધિથી પ્રભાવ કેવી રીતે વધારવું એ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી શીખવું જોઇએ. એક સફળ મેનેજરે પોતાના લુક્સ પર કેટલું ધ્યાન આપવું જોઇએ. પોતાની પર્સનાલિટી બાબતે કેટલું જાગૃત રહેવું જોઇએ. તે ચંદ્ર ગુરુ શુક્ર પર નિર્ભર કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હંમેશા અપડેટ રહો, આત્મ નિરીક્ષણ કરતા રહો

ઉચ્ચ રાશિનો મંગળ ભાગ્ય સ્થાનમાં, સ્વગૃહી ગુરુ લાભ સ્થાનમાં, સ્વગૃહી શુક્ર છઠ્ઠાં સ્થાનમાં સ્વગૃહી સૂર્ય ચોથા સ્થાનમાં ઉચ્ચ રાશિનો બુધ પાંચમાં સ્થાનમાં હંમેશા અપડેટ રહેવાનું કહે છે. સંશોધન કરવાનું કહે છે. તે મુજબ જ્ઞાન પ્રાપ્ત કરવું ધ્યાન રાખીને શ્રેષ્ઠ પ્રગતિ કરવી સાથે સાથે આત્મનિરીક્ષણ કરવામાં પણ કમી ન રાખવી. પ્રોફેશનલ લાઇફ માટે ખૂબ જ જરૂરી છે. ભગવાન શ્રીકૃષ્ણેએ કુંડળીના ગ્રહ યોગો પ્રમાણે દરેક ક્ષેત્રમાં સ્વધર્મનું પાલન કર્યું અને માનવી માટે જીવનના એક એક ચરિત્રને યોગ અને મૅનેજમેન્ટ માટે પ્રેરણાદાયી જીવન બનાવ્યું. છળ અને કપટના આજના કળિયુગમાં કુંડળીના ગ્રહયોગ જોઇ સફળતા મેળવી શકાય. સમય કેવો ચાલી રહ્યો છે એ સંબંધી ગ્રહયોગ દ્વારા માર્ગદર્શન મેળવી જીવનને સફળ બનાવી શકાય.

સંધે શક્તિ સમાચરેત

હાલમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં અનેક અગ્રણી નેતાઓ, શાસકો, વિપક્ષના નેતાઓ સહિત દેશમાં એક એક નાગરિક જાગૃત થયા છે. તે સ્થિતિ ભગવાન શ્રીકૃષ્ણના યુગમાં ગીતા અધ્યયન પછી જાણી શકાય કે ખરેખર પરિવાર સમાજ અને રાષ્ટ્રમાં એકતા હોય તો શાસકોએ પણ પ્રજાહિત માટે ઝુંકવું પડે. સંગઠનમાં એકતામાં અસાધારણ શક્તિ હોય છે. એ સમય બતાવી દે છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: