રશિયા-યુક્રેન યુદ્ધ પર છે એલિયનની નજર? કિવમાં UFO જોવા મળ્યો હોવાનો દાવો

PC: dailystar.co.uk

યુદ્ધગ્રસ્ત યુક્રેનના ખગોળશાસ્ત્રીઓએ કિવની ઉપર UFO ઉડ્યું હોવાનો દાવો કર્યો છે. આ સંબંધમાં યુક્રેનની નેશનલ એકેડેમી ઓફ સાયન્સની મુખ્ય એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી તરફથી એક પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. 'અનઆઈડેન્ટિફાઈડ એરિયલ ફેનામેના ઓબ્ઝર્વેશન્સ ઓફ ઈવેન્ટ' શીર્ષક વાળા પેપરમાં જણાવવામાં આવ્યું છે કે કિવમાં બે ઉલ્કા અવલોકન સ્ટેશન અને નજીકના વિનારિવકા ગામમાં UFOની શોધ કરવામાં આવી છે. યુક્રેનના ખગોળશાસ્ત્રીઓ તરફથી કરવામાં આવેલા આ પ્રકારના દાવા પર હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું એલિયન્સ રશિયા અને યુક્રેનના યુદ્ધ પર નજર રાખી રહ્યા છે ?

એક મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકાએ યુક્રેનના ખગોળશાસ્ત્રીઓના દાવાને યોગ્ય નથી ઠેરવ્યો. તેણે કહ્યું છે કે, જેને UFO કહેવામાં આવી રહ્યું છે તે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવી રહેલા વિમાન અને ડ્રોન તરફ ઈશારો કરે છે. જ્યારે, યુક્રેનના ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, 'અમે તેમને દરેક જગ્યાએ જોયા છે. અમે એવી ઘણી મોટી વસ્તુઓની તપાસ કરી જેની પ્રકૃતિ સ્પષ્ટ નથી થઈ. જહાજોનું એક ગ્રુપ અને સ્ક્વોડ્રનને શોધી કાઢ્યું છે. જે 3 થી 5 ડિગ્રી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધી રહ્યા હતા.'

એક વિશાળકાય તો બીજો ફેન્ટમ જેવો

પેપરમાં યુક્રેનમાં જોવા મળેલા UFOને બે પ્રકારમાં રાખવામાં આવ્યા છે. જેમાં એક વિશાળ દેખાઈ રહ્યો છે, જ્યારે બીજો ફેન્ટમ છે. પહેલો તેજસ્વી દેખાય છે, જ્યારે બીજો દરેક પ્રકારના પ્રકાશને પોતાની અંદર સમેટી લેનારો જોવા મળે છે, જેના કારણે તે જોઈ શકાતો નથી. યુક્રેનના સંશોધકો કહે છે કે, આંખ એક સેકન્ડના દસમા ભાગથી ઓછા સમય સુધી ચાલતી ઘટનાઓને જોઈ શકતી નથી. કારણ કે એક ઘટનાને ઓળખવામાં એક સેકન્ડનો ચોથો દસમો ભાગ લાગે છે.

નોર્મલ વીડિયો રેકોર્ડર નહીં કરી શકશે કેપ્ચર

સામાન્ય કેમેરા અને વીડિયો રેકોર્ડર પણ UFOને કેપ્ચર નહીં કરશે. જો કે, અત્યાર સુધી આ રિપોર્ટોની સંપૂર્ણ રીતે પુષ્ટિ નથી થઈ શકી કે, આખરે યુક્રેનના ખગોળશાસ્ત્રીઓના દાવા સાચા છે કે પછી તેમણે આકાશમાં ઉડતી અન્ય કોઈ વસ્તુઓને UFO સમજી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp