રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા, 3 દોસ્તાર સહિત 4ના મોત

PC: khabarchhe.com

પડધરી નજીક તરઘડી ગામ પાસે મોડીરાતે ટ્રેકટર પાછળ કાર અથડાતા રાજકોટના બે યુવાન, કાર ચાલક અને ફતેપુરના ટ્રેકટર ચાલક સહિત ચારના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ગમખ્વાર અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો છે. ઘટના સ્થળે પોલીસ સ્ટાફ પહોચી હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ફતેપુરના કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા નામના 40 વર્ષના પટેલ યુવાન પોતાનું ટ્રેકટર લઇને પડધરી તરફ જઇ રહ્યા હતા ત્યારે પાછળથી પુર ઝડપે ઘસી આવેલી કારના ચાલકે આગળ જતું ટ્રેકટર ન દેખાતા ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

કારમાં બેઠેલા મુળ લીલી સાજળીયાળીના વતની અને રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતા અજય પ્રવિણભાઇ જોષી (ઉ.વ.28), કાલાવડ રોડ પર રહેતા અજય છગનભાઇ પરમાર (ઉ.વ.20), જામનગર ઠેબા ચોકડી પાસે રહેતા કાર ચાલક હિમાન્શુ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.32) અને ફતેપુરના ટ્રેકટર ચાલક કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા (ઉ.વ.40)ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.

તરઘડી પાસે મોડીરાતે આગળ જતા ટ્રેકટરની ટોલીમાં પાછળની લાઇટ ન હોવાથી પુર ઝડપે જઇ રહેલા કાર ચાલક હિમાન્શુ ઉર્ફે નુર પરમારને ટ્રેકટર દેખાયુ ન હોવાથી ધડાકાભરે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની તિવ્ર ગતિના કારણે ટ્રેકટરની ટોલી છુટી પડી ગઇ હતી અને ટ્રેકટર પલ્ટી ખાતા ટ્રેકટર ચાલક કિરીટભાઇ ડોબરીયાનું મોત નીપજ્યું હતું.

અકસ્માતના કારણે તરઘડી પાસે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હોવાની પોલીસને જાણ થતા પી.એસ.આઇ. એમ.ડી.મકવાણા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ દાફડા, કુલદીપસિંહ ઝાલા અને રણજીતભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ચારેય યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે કારમાં બેઠેલા ત્રણેય યુવકના મોબાઇલના કોલ ડીટેઇલના આધારે મેળવી ત્રણેય મૃતકના પરિવારને જીવલેણ અકસ્માત અંગેની જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp