ક્ષત્રિય સમાજના 4 મહાસંમેલનો હવે ગુજરાતના આ શહેરોમાં થવાના છે
ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચ 2024ના દિવસે એક સભામાં જે નિવેદન આપેલું તેને કારણે ક્ષત્રિય સમાજના લોકો નારાજ થયા હતા. આજે એ વાતને એક મહિનાથી વધારેનો સમય થયો છે છતા આંદોલન સમેટાયું નથી. ક્ષત્રિય સમાજે અગાઉ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા માંગ કરી હતી, પરંતુ ભાજપે રૂપાલાને હટાવ્યા નથી.
હવે ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી છે અને 24 એપ્રિલથી ધર્મ રથ ગુજરાતભરમાં ભ્રમણ કરાવવાની યોજના બનાવી છે. ક્ષત્રિય સમાજનો આ ધર્મ રથ 27 એપ્રિલે મહેસાણા જિલ્લાના વિસનગરમાં જશે અને ત્યાં મહાસંમેલન કરવામાં આવશે. 28 એપ્રિલે દક્ષિણ ગુજરાતના બારડોલીમાં જશે. 1 મેના દિવસે આણંદ અને 2 મેના દિવસે જામનગરમાં મહાસંમેલન કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp